गुजरातराष्ट्रीय

ગુજરાત બજેટ 2024-25ની આ છે પ્રજાલક્ષી જોગવાઇઓ…જાણો…ઉડતી નજરે…

ગુજરાત બજેટ 2024-25ની આ છે પ્રજાલક્ષી જોગવાઇઓ...જાણો...ઉડતી નજરે...

રાજ્યના નાણામંત્રી કનુભાઇ દેસાઇએ વિધાનસભામાં ગુજરાતનું બજેટ રજૂ કરી દીધું છે. નાણામંત્રીએ રાજ્યનો વિકાસ દર 14.9 ટકા હોવાનું જણાવ્યું છે. તેમણે કહ્યું કે વાઈબ્રન્ટ ગુજરાત સમિટ ગુજરાતની ઓળખ બની ગઇ છે. આપણે ગુણવંતુ ગુજરાત, ગરવુ ગુજરાત બનાવવાની નેમ છે. ગુજરાતના આ બજેટમાં મહત્વપૂર્ણ જાહેરાત એ પણ થઇ કે 8 શહેરોને મહાનગરપાલિકાનો દરજ્જો અપાશે. જેમાં નવસારી, ગાંધીધામ, મોરબી, વાપી, આણંદ, મહેસાણા, સુરેન્દ્રનગર, વઢવાણનો સમાવેશ થાય છે. 

નમો લક્ષ્મી યોજના

ગુજરાત સરકારે બજેટમાં નમો લક્ષ્મી યોજનાની જાહેરાત કરી છે. તેના માટે 1250 કરોડની જોગવાઈ કરાઈ છે. નાણામંત્રીએ કહ્યું કે આધુનિક સમાજના વિકાસ માટે મહિલાઓની અગત્યની ભૂમિકા છે. તમામ ક્ષેત્રમાં મહિલાોની ભાગીદારી વધી છે. વડાપ્રધાને નારીશક્તિ અધિનિયમ લાવીને વિધાનમંડળમાં 33 ટકા મહિલા અનામત લાવીને ઐતિહાસિક નિર્ણય લીધેલ છે.

અમદાવાદના રિવરફ્રન્ટનો થશે વિકાસ

અમદાવાદ રિવરફ્રન્ટની લંબાઈ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેના માટે પણ બજેટની ફાળવણી કરાઇ છે. આ સાથે સાગર ખેડૂતોને હાઈસ્પીડ ડિઝલ વેટ સહાય માટે 463 કરોડની જોગવાઈ કરાઈ છે. બીજી બાજુ કિસાન સૂર્યોદય યોજના હેઠળ 1570 કરોડની જોગવાઈ કરાઇ છે.

નવી 2500 ST બસો ખરીદાશે 

બજેટની જોગવાઈ અનુસાર સરકારે જનરક્ષક યોજનાની જાહેરાત કરી છે. 1100 જનરક્ષક વાહનોનું માળખુ ગોઠવાશે. આ સાથે નવી 2500 જેટલી એસટી બસો ખરીદાશે. નવા સબ સ્ટેશનનો સ્થાપવા 380 કરોડની જોગવાઈ કરાઈ છે. પોલીસ, ફાયર સહિતની વ્યવસ્થા માટે 112 નંબર જાહેર 

અન્ય વિભાગો માટે કેટલું બજેટ ફાળવાયુ

આ સાથે ખેતી, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે કુલ રૂ. 22,194 કરોડની જોગવાઈ કરાઈ છે. જ્યારે જળસંપતિ વિભાગ માટે કુલ રૂ. 11,535 કરોડ, પાણી પુરવઠા વિભાગ માટે કુલ રૂ. 6242 કરોડ, મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના માટે પાંચ હજાર કરોડ અને બંદરો તથા વાહન વ્યવહાર વિભાગ માટે 3858 કરોડની જોગવાઈ કરાઈ છે.

વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ માટે કુલ રૂ. 2421 કરોડ અને કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે કુલ રૂ. 22, 194 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ખેડૂતોના આકસ્મિક મૃત્યુના કિસ્સામાં વીમા સંરક્ષણ માટે 81 કરોડની જોગવાઈ કરાઈ છે.

બજેટમાં ગૃહ વિભાગ માટેની ફાળવણી 

આ વખતે નાણામંત્રીએ બજેટમાં ગૃહ વિભાગ માટે કુલ રૂ.10,378 કરોડની જોગવાઈ કરી છે. આ સાથે ઉદ્યોગ અને ખાણ ખનીજ વિભાગ માટે કુલ રૂ. 9228 કરોડ, વન અને પર્યાવરણ વિભાગ માટે કુલ રૂ. 2586 કરોડ, કલાઇમેટ ચેન્જ વિભાગ માટે કુલ રૂ. 1163 કરોડ, કાયદા વિભાગ માટે કુલ રૂ. 2559 કરોડ, મહેસુલ વિભાગ માટે કુલ રૂ. 5195 કરોડ, સામાન્ય વહીવટ વિભાગ માટે કુલ રૂ. 2239 કરોડ અને માહિતી અને પ્રસારણ વિભાગ માટે કુલ રૂ. 384 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

નાણામંત્રીએ વિધાનસભામાં બજેટમાં આ વખતે ખેતી, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે 22194 કરોડની જોગવાઈ કરી. ટ્રેક્ટર અને કૃષિ યાંત્રિકીકરણની ખરીદી સહાય માટે 701 કરોડની જોગવાઈ. ખેતરને ફરતે કાટાળીવાડ, સોલાર ફેન્સિંગ માટે 350 કરોડની જોગવાઈ તથા એગ્રો અને ફુડ પ્રોસેસિંગ એકમો માટે 200 કરોડની જોગવાઈ કરી હતી.

સાણંદમાં માઈક્રોન કંપનીનો પ્લાન્ટ સ્થપાશે

બીજી બાજુ સાણંદમાં માઈક્રોન કંપનીનો પ્લાન સ્થાપવાની જાહેરાત કરાઈ છે અને તેના માટે કામગીરી શરૂ કરી દેવામાં આવી હોવાની જાણકારી અપાઈ છે.

પંચાયત, ગ્રામગૃહ નિર્માણ, ગ્રામીણ વિકાસ માટે 12138 કરોડની જોગવાઈ

નાણામંત્રીએ યુવક, સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ માટે 122 કરોડની જોગવાઈ કરી છે. જ્યારે પંચાયત, ગ્રામગૃહ નિર્માણ અને ગ્રામીણ વિકાસ માટે 12138 કરોડની જાહેરાત કરી હતી.

નમો સરસ્વતી યોજના

શિક્ષણ ક્ષેત્રે રાજ્ય સરકારે નમો સરસ્વતી યોજનાની જાહેરાત કરતાં નાણામંત્રીએ કહ્યું કે 21મી સદી વિજ્ઞાન અને ટેકનોલોજીની સદી છે. જેમાં જીવનના દરેક ક્ષેત્રમાં આઇ.ટી. અને સંલગ્ન ટેક્નોલોજીનો મહત્વનો ભાગ ભજવવાની છે. વધુમાં ઉચ્ચ કક્ષાની નવી રોજગારીની તકો માટે વિજ્ઞાન પ્રવાહ (STEM)નું શિક્ષણ જરૂરી છે.

વિજ્ઞાન પ્રવાહના અભ્યાસક્રમોમાં શિક્ષણને પ્રોત્સાહન માટે આ યોજના અંતર્ગત, ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા ગરીબ અને મધ્યમ વર્ગના પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને, ધોરણ-11માં 10 હજાર રુપિયા અને ધોરણ-12 માં 15 હજાર રુપિયા મળી કુલ  25 હજાર રુપિયાની સહાય આપવામાં આવશે. આ યોજનાથી આગામી પાંચ વર્ષમાં વિજ્ઞાન પ્રવાહમાં વિદ્યાર્થીઓની સંખ્યા અંદાજે વાર્ષિક 2 લાખથી વધી ૫ લાખ થવાની ધારણા છે. આ યોજના માટે આવતા વર્ષે અંદાજે  400 કરોડ રુપિયાનો ખર્ચ થશે.

Related Articles

Back to top button