sabarkathaराष्ट्रीय
વડાલીના ધરોદ ગામે ગ.સ્વ.મહિલાઓ અને જરૂરિયાતમંદ લોકોને ધાબળા વિતરણ કરાયા..
વડાલીના ધરોદ ગામે ગ.સ્વ.મહિલાઓ અને જરૂરિયાતમંદ લોકોને ધાબળા વિતરણ કરાયા..
જય જલારામ સેવા ટ્રસ્ટ હિમતનગર દ્વારા તા.28-1-2024 નાં રોજ વડાલી તાલુકાના ધરોદ ગામે આશરે 150 ગં. સ્વ. મહિલાઓ તેમજ અન્ય જરૂરીયાતમંદ લોકોને કાતિલ ઠંડીમાં રક્ષણ માટે ગરમ ધાબળાનું ખૂબ જ માનવીય સંવેદના સાથે વિતરણ કરાયા હતા.
. તેની સાથે લોકોમાં વ્યસન મુક્તિની જાગૃતિ આવે એ માટે રંગમંચ પર ભવાઈ કાર્યક્ર્મ દ્વારા લોકોને વ્યસન મુક્તિ અંગેની જાણકારી આપવામાં આવી હતી આ પ્રસંગે વડાલી તાલુકા પંચાયતના માજી પ્રમૂખ બાબુભાઈ ખાંટ, જય જલારામ સેવા ટ્રસ્ટના પ્રમુખ જેઠાકાકા, કાર્યકર પિનાકીન ભાઈ, ભરત પટેલ, પાર્થ જૈન, કાળીબેન તેમજ મોટી સંખ્યામાં ગ સ્વ.મહિલાઓ તેમજ ગામના અન્યા આગેવાનો હાજર રહ્યા હતા




