गुजरातराष्ट्रीय

એક્સીડન્ટઃ ઓક્સિજન સિલીન્ડર ભરેલી આઇશર ટ્રકમાં બ્લાસ્ટ……

એક્સીડન્ટઃ ઓક્સિજન સિલીન્ડર ભરેલી આઇશર ટ્રકમાં બ્લાસ્ટ......

અમદાવાદ-બાવળા હાઈ-વે પર, ચાંગોદર-સારી પાટીયા નજીક ભયંકર અકસ્માતની ઘટના સર્જાયો છે, એક ઓક્સિજન સિલીન્ડર ભરેલી આઇશર ટ્રકમાં બ્લાસ્ટ થયો છે. આ બ્લાસ્ટમાં બે મજૂરોના ઘટના સ્થળે જ મોત થયા છે, જ્યારે એક રાહદારી મહિલા ગંભીર રીતે ઘાયલ થઇ છે. હાલમાં આ ઘાયલ રાહદારી મહિલાને સારવાર અર્થે હૉસ્પીટલમાં ખસેડવામાં આવી છે.

ચાંગોદર-બાવળા હાઇવે પર આઇશરમાં બ્લાસ્ટ થવાના કારણે આખો હાઇવે રૉડ બ્લૉક થઇ થયો હતો અને ઠેર ઠેર વાહનોનું ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા .પ્રાપ્ત માહિતી મુજબ અકસ્માત થયેલી આઇશરમાં ઓક્સિજન સિલીન્ડર વટવાની એવરેસ્ટ ગેસ કંપનીના હતા, જેને બાવળાની કંપનીમાં લઈ જવામાં આવી રહ્યાં હતા.

હાલમાં ચાંગોદર પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. જ્યારે વધુ વિગતો આવવાની રાહ જોવાઈ રહી છે.

Related Articles

Back to top button