sabarkathaराष्ट्रीय

ફેમિલી કોર્ટના ફરાર આરોપીને ઝડપી પાડતી “બી” ડિવિઝન પોલીસ….

ફેમિલી કોર્ટના ફરાર આરોપીને ઝડપી પાડતી “બી” ડિવિઝન પોલીસ....

નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ  ગાંધીનગર વિભાગ, ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક શ્રી વિજય પટેલ સાહેબ સાબરકાંઠા,હિંમતનગરનાઓએ જીલ્લામાં નાસ્તા ફરતાં આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોય જે સંદર્ભે હિંમતનગર વિભાગીય પોલીસ અધિકારી શ્રી એ.કે.પટેલના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સપેક્ટર એસ.જે.પંડ્યા નાઓ આ દિશામાં સતત વોચ રાખી કાર્યરત રહેલ છે.

દરમ્યાનમાં, તા.૨૯/૦૧/૨૦૨૪ ના રોજ અ.હેડ.કોન્સ. રાકેશકુમાર વિનુભાઇ બ.નં.૨૮૮ નાઓને બાતમી હકીકત મળેલ કે અમદાવાદના મે.ફેમિલી કોર્ટ નં.૧ ના પ્રિન્સીપાલ જજ શ્રી વી.આર.રાવલ નાઓની કોર્ટના ફો.પ.અ.નં.૩૯૬/૨૦૨૨ ના કામે સામાવાળા પ્રકાશ નારાયણદાસ બાલવાણી રહે.ગીતા ફુટસ દુકાન નં.૧ તથા ૨ શાક માર્કેટ રોડ,હિંમતનગર નાઓને નામદાર કોર્ટે ભરણપાષણની રકમ ભરેલ ન હોય જેથી તેમને ૩૪૫ સુધીની સાદી કેદની સજા કરેલ હોય જે સામાવાળા હાલ હિંમતનગર ટાવર રોડ ઉપર ઉભેલ હોય જેને તે જગ્યાએ જઇ પકડી લાવી નામદાર કોર્ટના હુકમ આધારે સબ જેલ,હિંમતનગર ખાતે મોકલી આપી પ્રશંસનીય કામગીરી કરવામાં આવેલ છે

કામગીરી કરનાર અધીકારી-કર્મચારીઓમાં (૧) એસ.જે.પંડયા પોલીસ ઇન્સપેક્ટર (૨) વાય.એન.પટેલ પોલીસ સબ ઇન્સ. (૩) અ.હેડ.કોન્સ. રાકેશકુમાર વિનુભાઇ બ.નં.૨૮૮ (૪) અ.પો.કો. મયુરધ્વજસિંહ કરણસિંહ બ.નં.૯૪૨ અને (૫) અ.પો.કો. કુમાનસિંહ રણજીતસિંહ બ.નં.૨૯૨નો સમાવેશ થાય છે.

Related Articles

Back to top button