ક્રાઇમઃ સાબરકાંઠામાં બકરાચોર ટોળકીનો આતંક…..ચપ્પાના ઘા માર્યા, બકરા ઉઠાવી ગયા…
ક્રાઇમઃ સાબરકાંઠામાં બકરાચોર ટોળકીનો આતંક.....ચપ્પાના ઘા માર્યા, બકરા ઉઠાવી ગયા...
સાબરકાંઠા.જિલ્લામાં ચોર લોકો બેફામ બન્યા છે અને એ લોકોને કોઈપણ વ્યકતિનો ડર ના હોય એ રીતે તારીખ 10/01/2024 બુધવારના રોજ સફેદ કલરની કાળા કાચવાળી ફોર વ્હીલરમાં ચાર લોકો લાલપુર ગામે અપ્સરા હોટેલની પાસે ફાર્મ હાઉસ પર જઈ ફરિયાદીને પકડી ચપ્પાના ઘા મારી ઇજાઓ પણ કરી હતી અને મોબાઈલ ફોન . ગેસનો બાટલો અને બકરા 8 નગ જેટલા ચોરી કરી પલાયન થયા હતા આ બાબતે મીરખાન ઉમરભાઈ સિંધી મુહાજીર નગર કોલોની લાલપુર દ્વારા ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે….
એવી જ અન્ય એક સફેદ કલરની ફોર વ્હીલર ગાડી આજ રોજ ઇલોલ ગામમાં દેખાઇ હતી જ્યા પહાડિયા વિસ્તાર ઇલોલ મુકામે બકરા ચોરી કરવાના ઇરાદે ચોર આવ્યા હતા અને ઘરની બાજુમાં પતરાવાળા શેડમા બાંધી રખાયેલા બકરા કુલ નાના મોટા 11 બકરાની ચોરી થઈ હતી તમામ ઘટના સી સી ટીવી કેમેરામાં કેદ થઈ હતી
આ બાબતે ઇલોલ ગામના રહીસે આબીદઅલી ગુલામહુસેન ભૂરા એ ગ્રામ્ય પોલીસને જાણ કરી ફરિયાદ દાખલ કરી છે. આવા વિસ્તારોમાં પેટ્રોલીગ વધારવા પણ માગ કરી છે….પોલીસ આ બાબતે તપાસ હાથ ધરી છે….




