શહીદ એએસઆઇના પરિવારને પોલીસતંત્ર દ્વારા 2 લાખની સહાય અપાઇ…
શહીદ એએસઆઇના પરિવારને પોલીસતંત્ર દ્વારા 2 લાખની સહાય અપાઇ...
હાલમાં જ અમદાવાદના કણભા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દીરૂનો જથ્થો ભરીને લઇ જતા એક બુટલેગર દ્વારા તેની ગાડીનો પીછો કરતા પોલીસના વાહનને ટક્કર મારી હતી. પોલીસની ગાડીને ટક્કર મારતા ચાર પોલીસ કર્મીઓને ઇજાઓ થઈ હતી જેમાં ગંભીર ઇજાગ્રસ્ત ASI બળદેવભાઈ નિનામાનું મૃત્યુ થયું હતું..તેઓ સાબરકાંઠા જિલ્લાના વતની હતા અને ખૂબ સારી રીતે ફરજ બજાવતા હતા.
આજ રોજ ગુજરાત રાજ્યના માનનીય ડી જી પી શ્રી વિકાસ સહાય સાહેબે મૃતક એએસઆઇ બળદેવભાઈ નિનામાના વતન ગામ સારોલી તા.વિજયનગર સાબરકાંઠા ખાતે જઈ મૃતકના પરિવારજનોને આ દુઃખદ પ્રસંગે સાંત્વના પાઠવી હતી.
તથા ગુજરાત પોલીસ પરિવારના પોલીસ વેલ્ફરમાંથી રૂપિયા 2,00,000 નો ચેક આપવામાં આવેલ તથા આ પ્રસંગે પોલીસ અધિક્ષક શ્રી વિજય પટેલ સાબરકાંઠા પણ હાજર રહી સાંત્વના આપી હતી. ઉપરાંત સાબરકાંઠા પોલીસ પરિવાર તરફ થી મૃતકના પરિવારજનોને રોકડ રૂપિયા 51000 આપવામાં આવ્યાં હતા….. ઓમ શાંતિ




