sabarkathaराष्ट्रीय

જયશ્રીરામઃ તલોદમાં શ્રીરામના ગીત પર સુંદર ડાન્સ પ્રોગ્રામ રજૂ કરવામાં આવ્યો…

જયશ્રીરામઃ તલોદમાં શ્રીરામના ગીત પર સુંદર ડાન્સ પ્રોગ્રામ રજૂ કરવામાં આવ્યો...

આજરોજ તારીખ 18/01/2024ના રોજ તલોદ શહેરની શ્રી.સી.ડી.પટેલ સ્કૂલમાં ગુજરાત ક્ષત્રિય સભા, સાબરકાંઠા જિલ્લા પ્રમુખ શ્રી રાજદીપસિંહ ઝાલા અને તેમની ટીમ તથા કોમલબા ઝાલા, જેઝ ગ્રૃપ, ગાંધીનગરની ટીમના સહયોગથી ભગવાન શ્રી રામ જન્મભૂમિ અયોધ્યાની પ્રાણ પ્રતિષ્ઠાના અનુસંધાને બાળકો દ્વારા ભગવાન શ્રી રામના ગીત ઉપર એક સુંદર ડાન્સ પ્રોગ્રામ રજૂ કરવામાં આવ્યો હતો.

જેમાં શ્રી સી.ડી.પટેલ સ્કૂલના આચાર્યશ્રી તથા શિક્ષક મિત્રો હાજર રહ્યા હતા અને સહકાર આપ્યો તેનો ગુજરાત ક્ષત્રિય સભા પ્રમુખ શ્રી રાજદીપસિંહ ઝાલા તથા તેમની ટીમ અને કોમલબા ઝાલા, જેઝ ગ્રુપ, ગાંધીનગર ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો.

Related Articles

Back to top button