sabarkathaराष्ट्रीय
શ્રી રામ એજયુકેશન એન્ડ વેલ્ફર ટ્રસ્ટ દ્વારા ભોજન વિતરણ હાથ ધરાયું ..
વિનોદ બ્રહમભટ્ટ દ્રારા….
કહેવત છે કે ભૂખે ભજન ન હો ગોપાલા…એટલે ભૂખ્યા પેટે તો ભગવાનના ભજન પણ ના થાય. કેમ કે પહેલા ભોજન મળે પછી ભજન થાય. અને એ ઉક્તિને અનુરૂપ ભૂખ્યાને ભોજન આપવાનો એક સદ્કાર્યપૂર્ણ કામ થયું હતું.
વિગતે જોઇએ તો, શ્રી રામ એજયુકેશન એન્ડ વેલ્ફર ટ્રસ્ટ તરફથી ઝુંપડપટ્ટીમાં વસતા ગરીબ પરિવારોને ભોજન આપવામાં આવ્યુ હતું. અને તેમની જઠરાગ્નિ સંતોષવાનું કામ થયું હતું.
શ્રી રામ એજ્યુકેશન એન્ડ વેલ્ફર ટ્રસ્ટના નિતાબેન અને અન્ય કાયઁકરોએ ઝૂંપડપટ્ટી વિસ્તારમાં જઈને ગરીબ માનવદેવોને ભોજન પ્રસાદ આપવામાં આવ્યો હતો.




