राष्ट्रीय

32 વર્ષ પહેલા આ દિવસે અયોધ્યા પહોંચ્યા મોદીજી…લીધો હતો સંકલ્પ….

32 વર્ષ પહેલા આ દિવસે અયોધ્યા પહોંચ્યા મોદીજી...લીધો હતો સંકલ્પ....

22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે.  PM મોદી આ કાર્યક્રમના મુખ્ય અતિથિ છે. આ માટે તેણે 11 દિવસના અનુષ્ઠાન શરૂ કર્યા છે. આ સમયગાળા દરમિયાન તે સાત્વિક જીવન જીવશે. ભારતીય જનતા પાર્ટીએ રામમંદિર આંદોલનમાં ખૂબ જ મહત્તવની ભૂમિકા ભજવી છે. તેમના મેનિફેસ્ટોમાં પણ તેને સતત સામેલ કરે છે.

ઈતિહાસના પાના પર નજર કરીએ તો લગભગ 32 વર્ષ પહેલા આ દિવસે નરેન્દ્ર મોદી બપોરના સમયે અયોધ્યામાં રામ મંદિરના સ્થળે પહોંચ્યા હતા. તેઓ એકતાનો સંદેશ ફેલાવવા માટે કન્યાકુમારીથી કાશ્મીર સુધી એકતા યાત્રા પર હતા.

નરેન્દ્ર મોદી જ્યારે અયોધ્યા પહોંચ્યા ત્યારે તેમણે ‘જય શ્રી રામ’ના નારા વચ્ચે શપથ લીધા કે તેઓ રામ મંદિર બન્યા બાદ જ અહીં પાછા ફરશે. બરાબર એવું જ થયું. રામ મંદિરનો શિલાન્યાસ તેમના દ્વારા કમળના ફૂલથી કરવામાં આવ્યો હતો. હવે પ્રાણ પ્રતિષ્ઠાનો વારો છે.

Related Articles

Back to top button