જયશ્રીરામઃ સાબરકાંઠા ભાજપના કાર્યકરો ગામે ગામ દરેક ધાર્મિક પ્રસંગમાં ભાગ લેશે….
જયશ્રીરામઃ સાબરકાંઠા ભાજપના કાર્યકરો ગામે ગામ દરેક ધાર્મિક પ્રસંગમાં ભાગ લેશે....

22 જાન્યુઆરી 2024ના રોજ અયોધ્યામાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના અને મહાનુભવો અન્ય ગણમાન્ય પૂજ્ય સંતોની ઉપસ્થિતિમાં શ્રી રામ જન્મભૂમિ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર છે. તે અંતર્ગત સમગ્ર દેશમાં ભાજપ દ્વારા દરેક ગામ, મહોલ્લામાં મંદિરોમાં રામમય વાતાવરણ ઊભું થાય અને સમગ્ર ભારતના લોકો પોતાના વિસ્તારમાં દરેક ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લે તે માટે સાબરકાંઠા ભાજપ દ્વારા હિંમતનગર શહેરમાં બેઠક યોજાઇ હતી.
આ અંગે કાર્યકર્તાઓએ તેમાં શું કરવું તેની જવાબદારી અને પ્રાણ પ્રતિષ્ઠા બાદ જિલ્લામાંથી સ્પેશિયલ ટ્રેન દ્વારા સમાજના વિવિધ આગેવાનોને અહીંથી અયોધ્યા દર્શને લઈ જવા અંગે માહિતી આપતા જિલ્લા પ્રમુખ કનુભાઈ પટેલ તથા જિલ્લા સંગઠન પ્રભારી ગજેન્દ્રભાઈ સક્સેનાએ જણાવેલ કે આપણા પ્રત્યેક કાર્યકર્તા પણ 14 જાન્યુઆરીથી 21 જાન્યુઆરી દરમિયાન દરેક ગામ, સોસાયટી, મહોલ્લામાં આવેલા મંદિરોની સફાઈ માટે સ્વચ્છતા અભિયાનનું કાર્યક્રમ કરે, શ્રી રામ જ્યોતિ સાથે અક્ષત લઈને જે જે વિસ્તારો બાકી રહેલ છે ત્યાં અક્ષત વિતરણ કરવા, ઘર – ઘર સંપર્ક કરવો, યોજના બનાવવી, 22 જાન્યુઆરીના કાર્યક્રમો લાઈવ પ્રસારણ જોઈ શકાય તે માટે જાહેરમાં એલ.ઇ.ડી. અથવા ટી.વી.ની વ્યવસ્થા કરવી, ગામો- શહેરોમાં તમામ જગ્યાએ રોશની કરવી, સવાર-સાંજ દીવા પ્રગટાવવા, આરતી કરવી, પ્રસાદની વ્યવસ્થા કરવી, સામૂહિક આરતી કરવી વગેરે કાર્યક્રમોનો સમાવેશ થાય છે.,
આ પ્રસંગે વધુ વિગત આપતા કનુભાઈ પટેલે વધુમાં જણાવેલ કે કાર સેવકોનું પણ સન્માન કરવું, તેનું આયોજન કરવું, વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથના કાર્યક્રમમાં સમગ્ર ગુજરાતમાંથી પ્રાંતિજ તાલુકો પ્રથમ આવેલ છે તેથી ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર તેમજ તમામ સંગઠનના હોદ્દેદારો ચૂંટાયેલા પ્રતિનિધિઓનો આભાર માનીએ છીએ.
જિલ્લા સંગઠન પ્રભારી ગજેન્દ્રભાઈ સકસેનાએ આ પ્રસંગે જણાવેલ કે જિલ્લામાંથી વિસ્તારકોને બુથ પ્રવાસ કરાવવો, આગામી કાર્યક્રમો વિશે તેમજ ચૂંટણી અંગે માર્ગદર્શન આપી જણાવેલ કે ઉતરાયણ બાદ તુરંત જ આપણે લોકસભા ચૂંટણીનું કાર્યલય ખોલીશું, જિલ્લામાંથી દરેક વોર્ડમાંથી એક રામભક્ત અયોધ્યા દર્શન આવે, તેની માહિતી આપી હતી.
આ પ્રસંગે પૂર્વ મંત્રી જયસિંહ ચૌહાણ, જિલ્લાના કાર્યક્રમના વાલી અને ઉપપ્રમુખ જયંતીભાઈ પટેલ, ઇન્ચાર્જ બ્રિજેશભાઈ પટેલ, કૈલાશભાઈએ આગામી ફેબ્રુઆરી-માર્ચ મહિનામાં આસ્થા સ્પેશિયલ ટ્રેન દ્વારા 1500 રામ ભક્તોને અયોધ્યા લઈ જવાના છે તેની તૈયારી, તેમજ તેના આયોજન અને જવાબદારી વિશે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું.
જિલ્લા ભાજપ મહામંત્રી વિજયભાઈ પંડ્યાએ જણાવેલ કે હજુ જે લોકો નમો એપના માધ્યમમાં નથી જોડાયા તે લોકો ફરજિયાત જોડાય. તેનાથી કાર્યકર્તાને શું ફાયદો થાય છે તેની જાણકારી આપી હતી. આ પ્રસંગે જિલ્લા મહામંત્રી લોકેશભાઈ સોલંકી, જિલ્લા પંચાયત પ્રમુખ ભારતીબેન પટેલ, જિલ્લા વિસ્તારક નરેન્દ્રસિંહ સોઢા, સહિત જિલ્લા સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. શરૂઆતમાં આદિજાતિ મોરચાના મહામંત્રી નરસિંહભાઈ પાંડોરનું અવસાન થવાથી શ્રદ્ધાંજલિ પાઠવી હતી.




