જય જલારામ સેવા ટ્રસ્ટ હિમતનગર દ્વારા બાયલ ઢાંખરોલ ગામે ગં.સ્વ.તેમજ જરૂરિયાતમંદ મહિલાઓને ગરમ ધાબળા વિતરણ કરવામાં આવ્યા હતા.
જય જલારામ સેવા ટ્રસ્ટ છેલ્લાં ઘણાં વર્ષોથી બીનવારસી માનસિક દિવ્યાંગ માનવ દેવોની સેવામાં કાર્યરત છે. સાથે સાથે સંસ્થા દ્વારા સમયાંતરે જરૂરિયાતવાળા પરિવારને કરિયાણાની કિટ તેમજ દર વર્ષે અલગ અલગ ગામડે જરૂરિયાતમંદ ગં.સ્વ. મહિલાઓને ગરમ ધાબળા વિતરણ કરાય છે..
તા.12 જાન્યુઆરીના રોજ મોડાસા તાલુકાના બાયલ ઢાંખરોલ ગામે આશરે 125 વિધવા મહિલાઓને ઠંડીમાં રક્ષણ માટે ગરમ ધાબળા વિતરણ કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે મોડાસા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી બીપીનભાઈ પટેલની ખાસ ઉપસ્થિતિ રહી હતી. ઉપરાંત સંસ્થાનાં પ્રમુખ જેઠકાકા, વિનોબા ભાવે સેવા સંસ્થા હિમતનગરના શ્રી વિનોદ બ્રહ્મભટ્ટ, કાર્યકર પિનાકીનભાઇ, કાળીબેન, પાર્થ જૈન, ભરત પટેલ સામાજિક કાર્યકર શ્રી કરશનભાઈ બારોટ તેમજ ગામના અન્ય આગેવાનો તેમજ મોટી સંખ્યામાં ગં. સ્વ. મહિલા ઓ ઉપસ્થિત રહ્યાં હતા. સાથે સાથે સંસ્થા દ્વારા સમાજમાં નશામુક્તિનો પ્રચાર પ્રસાર થાય એ હેતુ થી ભવાઈ કાર્યક્ર્મ દ્વારા નશામુકિતનો સંદેશો આપવામાં આવી હતી.




