
ઉતરાયણ પર્વે રેલીનું આયોજન કરાયું મેઘરજ માં આજરોજ ના દિવસે વિસ્તરણ અને ક્ષેત્રીય રેન્જ મેઘરજ ના સ્ટાફ દ્વારા બાઈક દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં ઉતરાયણ પરવે અંતર્ગત કરુણા અભિયાન અને પક્ષીને સારવાર તેમજ બચાવવાની પ્રવૃત્તિ ના બેનરો સાથે રેન્જ કચેરી થી મેઘરજ ગામમાં રેલી કાઢી સદર રેલીનું આયોજન વિસ્તરણ રેન્જ ફોરેસ્ટ ઓફિસર અધિકારી શ્રી એમ. જે. દોમડા ના માર્ગદર્શન હેઠળ આયોજન કરી વિસ્તરણ અને ક્ષેત્રીય રેન્જના કર્મચારી શ્રી ઓ તેમજ રોજમદારો જોડાયા હતા. અને મેઘરજ દુકાનમાં સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં ચાઈનીઝ દોરી નું વેચાણ ન થાય તેમજ પક્ષીઓને દોરીથી કોઈ ઈજા ન થાય તેની સમજ આપી હતી.





