राष्ट्रीय

દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા, તીવ્રતા 6.1,ની..જાનમાલનું કોઈ નુકસાન નહીં….

દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા, તીવ્રતા 6.1,ની..જાનમાલનું કોઈ નુકસાન નહીં....

દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા લાંબા સમય સુધી અનુભવાયા હતા. ઉત્તર ભારત ઉપરાંત અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં પણ આચકનો અનુભવ થયો હતો. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.1 આંકવામાં આવી છે. જ્યારે ભૂકંપનું મુખ્ય કેન્દ્ર અફઘાનિસ્તાનનું ફૈઝાબાદ હતું. ઉઝબેકિસ્તાનમાં પણ આંચકા અનુભવાયા છે.

ભૂકંપના કારણે જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી. દિલ્હી, ગાઝિયાબાદ, નોઈડા સહિત ભારતના ઘણા શહેરોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપનો આંચકો એટલો જોરદાર હતો કે લોકો ઘર અને ઓફિસમાંથી બહાર આવી ગયા હતા. દેશના ઓછામાં ઓછા 4 રાજ્યોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે.

પાકિસ્તાનમાં પણ ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. રાજધાની ઈસ્લામાબાદ, લાહોર અને ખૈબર પખ્તુનખ્વામાં ભૂકંપના આંચકાથી લોકો ડરી ગયા હતા. ભૂકંપના આંચકાના કારણે મોટી સંખ્યામાં લોકો રસ્તા પર આવી ગયા હતા. પરંતુ હજુ સુધી અહીં કોઈ પણ પ્રકારના નુકસાનના સમાચાર નથી.

પાકિસ્તાનના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પાકિસ્તાનના કેટલાક ભાગોમાં 6.0ની તીવ્રતાનો મજબૂત ભૂકંપ આવ્યો હતો. હવામાન વિભાગએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું કે ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનના હિંદુ કુશ ક્ષેત્રમાં હતું. સ્થાનિક સમય અનુસાર બપોરે 2:20 વાગ્યે હિન્દુ કુશ ક્ષેત્રમાં 6.0ની તીવ્રતાનો એક મજબૂત ભૂકંપ આવ્યો હતો. ગયા વર્ષે ઓક્ટોબરથી અફઘાનિસ્તાનમાં બે વખત 6 કે તેથી વધુની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે.

Related Articles

Back to top button