sabarkathaराष्ट्रीय
ખેડબ્રહ્મા PSI આર.જે.ચૌહાણની બદલી થતા વિદાય સમારંભ યોજાયો…..
ખેડબ્રહ્મા PSI આર.જે.ચૌહાણની બદલી થતા વિદાય સમારંભ યોજાયો.....

સાબરકાંઠા જિલ્લા વડા દ્વારા તાજેતરમાં તમામ આઠેય તાલુકાના પીએસઆઇની આંતરિક બદલીઓ કરતા જેમાં ખેડબ્રહ્મા પોલીસ મથકના પીએસઆઇ આર.જે.ચૌહાણની પણ બદલી કરવામાં આવી છે. તેમની બદલી થતાં પોલીસ મથકમાં સ્ટાફ દ્વારા તેમને વિદાય અપાઈ હતી.

પોલીસ સ્ટેશનના સાથી કર્મીઓએ માતાજીનો ફોટો તથા શાલ તેમજ નાળિયેર આપી શુકન કરાવ્યા હતા
ખેડબ્રહ્મા પીએસઆઈ આર.જે ચૌહાણની જિલ્લા એસઓજી હિંમતનગર ખાતે બદલી કરવામાં આવતા આજે તેમનો વિદાય સમારંભ યોજીને ડી.જે.ના તાલે વિદાય અપાઈ હતી.
જ્યારે તલોદ પીએસઆઇ અર્જુન જોશીની ખેડબ્રહ્મા ખાતે બદલી તથા તેઓ તેમની જગ્યાએ હાજર થયા હતા.
આ પ્રસંગે એ.એસ.આઇ. વિષ્ણુભાઈ તથા પરેશભાઈ, મનહરભાઈ પ્રકાશભાઈ ,ક્રિષ્નાબેન, બાબુભાઈ પ્રદીપભાઈ સહિત પોલીસ સ્ટાફ તેમજ ટીઆરબી સ્ટાફ તેમજ ખેડબ્રહ્મા શહેરના ઉગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.




