sabarkathaराष्ट्रीय

એજન્સીની બેદરકારીથી સોસાયટીઓના મકાનો જોખમમાં….તંત્ર તમે સાંભળો છો ને…?

એજન્સીની બેદરકારીથી સોસાયટીઓના મકાનો જોખમમાં....તંત્ર તમે સાંભળો છો ને...?

સાબરકાંઠામાં હિંમતનગર બાયપાસ રોડના નવીનીકરણનું કામ કરતી એજન્સીની બેદરકારી સામે આવી છે. જેમાં સોસાયટીના રહીશો મુશ્કોલીમાં મૂકાયા છે.

વિગતે જોઇએ તો,  હિંમતનગર બાયપાસ રોડ પહોળો કરવાની કામગીરી દરમિયાન ભૂસ્ખલનની ઘટના બની છે. અને ભૂસ્ખલનને લઈ સોસાયટીનો એપ્રોચ રોડ બંધ કરી દેવામાં આવ્યો છે.

ભૂસ્ખલન એટલે માટી ધસી પડવાની ઘટનામાં મકાનને પણ નુકસાન પહોંચે તેવી ભીતિ સેવામાં આવી રહી છે. કેમ કે એજન્સીએ આવી કામગીરી વખતે જે આગોતરૂ આયોજન કે કાળજી લેવી જોઇએ તે યોગ્ય કાળજી રાખ્યા વગર માટી ખોદી નાખતા સ્થાનિક રહોશોમાં ભારે રોષની લાગણી સર્જાઇ છે

Related Articles

Back to top button