राष्ट्रीय

હવે સેટેલાઇટ દ્વારા મળશે ઇન્ટરનેટ…થેંકસ એલોન મસ્ક…..

હવે સેટેલાઇટ દ્વારા મળશે ઇન્ટરનેટ...થેંકસ એલોન મસ્ક.....

ઝડપી ઇન્ટરનેટના યુગમાં એલોન મસ્કે લોન્ચ કર્યો પહેલો સેટેલાઇટ , સ્ટારલિંકની નામના સેટેલાઇટનો ઉપયોગ ઝડપી ઇન્ટરનેટ માટે સમગ્ર દુનિયા કરશે જેથી વિશ્વના દરેક ખૂણા માં મળશે સુપરફાસ્ટ ઈન્ટરનેટ.

એલોન મસ્કની સ્ટારલિંક ઝડપી ઇન્ટરનેટ સેટેલાઇટની પ્રથમ બેચ પણ મંગળવારે લોન્ચ કરવામાં આવી હતી.  જે વૈશ્વિક કનેક્ટિવિટીમાં ઉમેરો કરીને સમગ્ર  વિશ્વની નેટવર્ક સમસ્યાઓનું નિરાકરણ કરશે. જેનાથી ભારતમાં બ્રોડબેન્ડ સેવા શરૂ થશે અને Jio અને OneWeb પણ સેટેલાઇટ કોમ્યુનિકેશન પર કામ કરી રહ્યા છે.

એલોન મસ્કની સ્ટારલિંક ઝડપી ઇન્ટરનેટ માટે સેટેલાઇટનો ઉપયોગ કરવા જઇ રહી છે. મતલબ કે હવે સેટેલાઇટની મદદથી યુઝર્સને ડાયરેક્ટ નેટવર્ક મળશે અને તેના કારણે ફાસ્ટ ઈન્ટરનેટ મેળવવું સરળ બનશે. મસ્કની આ જાહેરાતથી નેટવર્ક કંપનીઓની ચિંતા વધી ગઈ હતી. પરંતુ હવે માહિતી સામે આવી છે કે મંગળવારે સ્ટારલિંક સેટેલાઇટની પ્રથમ બેચ પણ લોન્ચ કરવામાં આવી છે.

મંગળવારે આની જાહેરાત કરતા એલોન મસ્કે કહ્યું કે ડાયરેક્ટ ટુ સેલ ક્ષમતાના હેતુ માટે છ ઉપગ્રહો મોકલવામાં આવશે. તેની મદદથી વૈશ્વિક કનેક્ટિવિટી ઉપલબ્ધ થવા જઈ રહી છે અને ઘણા વિસ્તારોમાં જ્યાં નેટવર્કની સમસ્યા છે ત્યાં નેટવર્ક ઉપલબ્ધ થશે. મસ્કે ભારપૂર્વક જણાવ્યું હતું કે તેની મદદથી નેટવર્ક વિશ્વના કોઈપણ ખૂણામાં ઉપલબ્ધ થશે.

Related Articles

Back to top button