આ વર્ષે સલમાનની બંને ફિલ્મો બોકસ ઓફિસ પર ચમત્કાર બતાવવામાં નિષ્ફળ રહી છે. જો કે આગામી બે-ત્રણ વર્ષમાં તેની પાંચેક ફિલ્મો આવી રહી છે.
સલમાનની આવનારી ફિલ્મોની યાદી જોઈએ તો-ધ બુલ: કરણ જોહર નિર્મિત અને સાઉથના ડિરેકટર વિષ્ણુવર્ધન આ ફિલ્મનું દિગ્દર્શન કરી રહ્યા છે. વિષ્ણુવર્ધન અગાઉ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીને લઈને ફિલ્મ શેરશાહ બનાવી ચુકયો છે. સલમાનખાનની આ ફિલ્મ ક્રિસમસ 2024ના અવસર પર રિલીઝ થઈ શકે છે.
કિક 2: સલમાનની એકશન ફિલ્મ કિક 2014માં રિલીઝ થઈ હતી. સાજીદ નડીયાદવાલાની આ ફિલ્મને પણ ખાસી પસંદ કરવામાં આવી હતી. હવે તેની સિકવલ પર કામ શરુ થવા જઈ રહ્યું છે, જે 2025માં જોવા મળશે.
ટાઈગર વર્સિઝ પઠાન: પઠાન સુપરહિટ થઈ ગઈ છે જયારે સલમાનની ટાઈગર સીરીઝની ફિલ્મો પણ સુપરહીટ સાબીત થઈ છે. જયારે પઠાન અને ટાઈગર સ્ક્રીન પર આવશે ત્યારે દર્શકો આ ફિલ્મને વધાવશે એ નિશ્ર્ચિત છે. આ ફિલ્મ પર કામ શરૂ થઈ ગયું છે. આ ફિલ્મ બનવામાં બે વર્ષ લાગી શકે છે. તેથી, ચાહકોએ લાંબી રાહ જોવી પડશે.
દબંગ: સલમાનના ચાહકો ચુલબુલ પાંડેના કેરેકટરને કયારેય ભુલી નહીં શકે. હવે ફરી એક વાર દબંગ પોલીસ ઓફિસર સ્ક્રીન પર આવશે તેવી અટકળે છે. પરંતુ આ ફિલ્મ 2025 પહેલા રિલીઝ થાય તેવી કોઈ શકયતા દેખાતી નથી.
પ્રેમ કી શાદી: સલમાનની પ્રથમ ફિલ્મ મૈને પ્યાર કિયા સુપરડુપર હીટ હતી. આ કલ્ટ ફિલ્મના દિગ્દર્શક સુરજ બડજાત્યા ફરી એક વાર પ્રેમ એટલે કે સલમાનને લઈને ફિલ્મ પ્લાન કરી રહ્યા છે જેનું નામ ‘પ્રેમ કી શાદી’ હોઈ શકે છે. આ ફિલ્મ પણ 2025માં રિલીઝ થવાની શકયતા છે.




