ઘરફોડીયાને ગણતરીના કલાકમા મુદ્દામાલ સાથે પકડી પાડતી હિંમતનગર ‘બી” ડીવીઝન પોલીસ….
ઘરફોડીયાને ગણતરીના કલાકમા મુદ્દામાલ સાથે પકડી પાડતી હિંમતનગર ‘બી” ડીવીઝન પોલીસ....
નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેંદ્રસિંહ યાદવ ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક વિજય પટેલ સાબરકાંઠા હિંમતનગર નાઓએ સાબરકાંઠા જીલ્લામાં ચોરીના ગુન્હા શોધી ચોર ઇસમોને પકડવા સારુ સુચના આપેલ હોય જે સંદર્ભે હિંમતનગર વિભાગીય પોલીસ અધિકારી એ કે પટેલના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સપેક્ટર એસ જે પંડયા તથા પોલીસ સબ ઇન્સ વી આર ચૌહાણ તથા ડી.સ્ટાફના માણસો આ દિશામાં સતત વોચ રાખી કાર્યરત રહેલ છે.
દરમ્યાનમાં, તા.૦૧/૦૧/૨૦૨૪ના રોજ પોલીસ સબ ઇન્સ વી આર ચૌહાણ તથા ડી.સ્ટાફના માણસો સાથે હિંમતનગર બી ડી પો.સ્ટે એ પાર્ટ નંબર ૧૧૨૦૯૦૫૬૨૪૦૦૦૪/૨૦૨૪ ઇપીકો કલમ-૪૫૪.૪૫૭.૩૮૦ ગુન્હો દાખલ થયો હતો. જેમા હિંમતનગર ટાવર રોડ ઉપર આવેલ ઇન્દ્રધનુશ કોમ્પલેક્ષમાં આવેલ પટેલ રમેશભાઇ કાંતીભાઇ આગડીયા પેઢીની ઓફીસના શટરનો નકુચો તથા તાળુ તોડી અંદર ઓફીસમા ટેબલમાં મુકેલ અલગ અલગ ચલણીનોટો રુ.૧૩૦૦૦/- ની મત્તાની ચોરી થઇ હતી.
જેની તપાસમા ગુન્હા બાબતે વી આર ચૌહાણ પોલીસ સબ ઇન્સ નાઓએ ડીસ્ટાફના માણસોની અલગ અલગ ટીમો બનાવી કોમ્પલેક્ષમા તથા આજુબાજુ લાગેલ સીસીટીવી ફુટેજ મેળવી ચેક કરાવતા તેમા સીસીટીવી ફુટેજમા એક ઇસમ કોમ્પ્લેક્ષમા આટા ફેરા મારતો તથા દુકાન ની અંદર લગાવેલ સીસીટીવી ફુટેજમા તેજ ઇસમ દેખાત તે ઇસમ ની ઇન્દ્રધનુશ કોમ્પલેક્ષમા તથા આજુબાજુ દુકાનો મા ફુટેજ બતાવતા તે ઇસમ રવિભાઇ વણઝારા છે અને તે થોડા દિવસ થી ઇન્દ્રધનુશ કોમ્પ્લેક્ષમા ઉપરના માળે દુકાન તોડવાનુ કામ કરતો હોવાની માહીતી જણાતા તે ઇસમ ની તપાસ કરવામાં આવી હતી
ઇન્દ્રધનુષ કોમ્પલેક્ષમાં ઉપરના માળેથી મળી આવતા તેનુ નામ ઠામ પુછતા રવિભાઇ ધર્માજી વણઝારા રહે બળવંતપુરા તા હિંમતનગર નોવાનુ જણાવતા તેને પોલીસ સ્ટેશન લાવી યુક્તિ પ્રયુક્તિથી પુછપરછ કરતા પોતે ઇન્દ્રધનુષ કોમ્પલેક્ષમા આવેલ પટેલ રમેશભાઇ કાંતીભાઇ આગડીયા પેઢીની ઓફીસના શટરનો નકુચો તથા તાળુ તોડી ચોરી કરેલાની કબુલાત કરી અને ચોરીમા ગયેલ મુદ્દામાલ પોતે પોતાના ઘરે કબાટમા મુકેલ છે તેમ જણાવતા તેના ઘરે થી ચોરીમા ગયેલ મુદ્દામાલ અલગ અલગ ચલણીનોટો રૂ.૧૩૦૦૦/- મળી આવતા તપાસ અર્થી કબ્જે કરવામાં આવી હતી.
આરોપી રવિભાઇ ધર્માજી વણઝારા રહે બળવંતપુરા તા હિંમતનગર નાઓને હિંમતનગર બી ડી પો.સ્ટે એ પાર્ટ નંબર ૧૧૨૦૯૦૫૬૨૪૦૦૦૪/૨૦૨૪ ઇપીકો કલમ-૪૫૪.૪૫૭.૩૮૦ ચોરી ના ગુન્હમા એરેસ્ટ કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે. આમ ઘરફોડ ચોરીનો ગુન્હો ગણતરીના કલાકોમા ડીટેક્ટ કરી આરોપીને ચોરીમા ગયેલ મુદ્દામાલ સાથે પકડી પાડી હિંમતનગર બી ડી પો.સ્ટેના સ્ટાફ ધ્વારા પ્રશંસનીય કામગીરી કરેલ છે.
કામગીરી કરનાર અધીકારી-કર્મચારીઓમાં (૧) એસ જે પંડયા પોલીસ ઇન્સપેક્ટર. (૨) વી આર ચૌહાણ પોલીસ સબ ઇન્સ. (૩) જીગ્નેશકુમાર સુરેશભાઇ અ.હેડ.કોન્સ. (૪) દલજીતસિંહ રામસિંહ અ.હેડ.કોન્સ. (૫) પ્રવિણસિંહ લાલસિંહ આ.પો.કો. (૬) નિકુલસિંહ મહેંદ્રસિંહ અ.પો.કો. અને (૭) અજયસિંહ પ્રહલાદસિંહ અ.પો.કોનો સમાવેશ થાય છે.




