राष्ट्रीय
રામનગરીમાં 22મીએ કોઇ સીએમ કે કોઇ રાજ્યપાલને આમંત્રિત કરાયા નથી…..કારણ કે….
રામનગરીમાં 22મીએ કોઇ સીએમ કે કોઇ રાજ્યપાલને આમંત્રિત કરાયા નથી.....કારણ કે....
રામલલા પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. 22 જાન્યુઆરી 2024ના રોજ યોજાનારા આ કાર્યક્રમમાં રાજ્યોના રાજ્યપાલો અને મુખ્યમંત્રીઓને આમંત્રિત કરવામાં આવશે નહીં. તેનું કારણ પણ જણાવવામાં આવ્યું છે.
સૂત્રોનું માનીએ તો રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અયોધ્યા પહોંચે તેવી શક્યતા છે, આવી સ્થિતિમાં રાજ્યપાલ અને મુખ્યમંત્રીઓ સાથે સંબંધિત પ્રોટોકોલનું પાલન કરવું શક્ય નહીં બને. સુરક્ષાના કારણોસર, નિર્ણય લેવામાં આવ્યો છે કે આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે દેશભરના રાજ્યોના મુખ્યમંત્રીઓ અને રાજ્યપાલોને આમંત્રણ આપવામાં આવશે નહીં.
યુપી યજમાન રાજ્ય હોવાને કારણે પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં માત્ર ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને રાજ્યપાલ જ ભાગ લેશે.




