sabarkathaराष्ट्रीय

આનંદ મેળોઃ હિંમતનગરની એક શાળા દ્વારા ફનફેરનું આયોજન…..

આનંદ મેળોઃ હિંમતનગરની એક શાળા દ્વારા ફનફેરનું આયોજન.....

સાબરકાંઠાના જિલ્લા મથક હિંમતનગરમાં આવેલ ગણપતભાઇ પટેલ હિંમત ઇંગ્લિશ સ્કૂલમાં તારીખ 23/12/23ના રોજ પ્રિન્સિપાલ મેહુલભાઈ દ્વારા funfair એટલે કે આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું  હતું. જેમાં દરેક ધોરણના વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક કાર્ય કરીને ફનફેરના મેળાનો આનંદ ઉત્સવ  માણ્યો હતો.

દરેક વિદ્યાર્થીઓએ અલગ અલગ સ્ટોલમાં ફાસ્ટ ફૂડથી લઇને ગેમ્સ અને કોલ્ડડ્રિન્કસ સાથે આનંદમેળાની મોજ કરી હતી. જેમાં વિદ્યાર્થીઓ સહિત શાળાના આચાર્ય, સ્ટાફ તેમજ વાલીઓના સહયોગથી  આ રંગારંગ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Related Articles

Back to top button