sabarkathaराष्ट्रीय

તાકીદનુંઃ હિંમતનગરના ગાયનેકોલોજિસ્ટ ડોકટરો ત્રણ દિવસ ઓપીડીમાં નહી મળે…

તાકીદનુંઃ હિંમતનગરના ગાયનેકોલોજિસ્ટ ડોકટરો ત્રણ દિવસ ઓપીડીમાં નહી મળે...

સાબરકાંઠા મુખ્ય મથક હિંમતનગર ખાતે આવેલ  મેડિકલ કોલેજમાં ગુજરાતભરના તમામ ગાયનેકોલોજિસ્ટ ડોકટરોનું એક પરિષદનું આયોજન કરવામાં આવેલ છે. જેના કારણે ત્રણ જાણીતા ડોક્ટરો દિનેશ પટેલ, ડોક્ટર સરફરાઝ કાઝી અને ડોક્ટર સનત દોષી ત્રણ દિવસ મળી શકશે નહી અલબત ફકત ઇમર્જન્સી સેવા આપી શકશે.

પ્રાપ્ત માહિતી અનુસાર , એસ.ઓ.જી.ઑ. જી .ફોરટી સિક્સનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે હિંમતનગર સહિતના સાબરકાંઠા જિલ્લાના તમામ ગાયનેકોલોજિસ્ટ ડોક્ટરો આ પરિષદમાં હાજર રહેવાના છે.

શુકવાર, શનિવાર અને રવિવાર એમ ત્રણ દિવસ પરિષદ યોજાવાની હોવાથી સાબરકાંઠા  જિલ્લાના તમામ ગાયનેકોલોજિસ્ટ ડોક્ટરો પોત પોતાની  રોજિંદા ઓપીડી સેવામાં હાજર રહેશે  નહી.

Related Articles

Back to top button