અમદાવાદમાં ગૂંજશે સા રે ગ મ પ ધ ની સા… એટલે સૂરો કી મહેફિલ- સપ્તક….
અમદાવાદમાં ગૂંજશે સા રે ગ મ પ ધ ની સા... એટલે સૂરો કી મહેફિલ- સપ્તક....
દર વર્ષની જેમ આ વર્ષે પણ‘સપ્તક ’અમદાવાદના સંગીતપ્રેમીઓ માટે તેના સૂરની રમઝટ લઈ આવ્યો છે જેની સૌ કોઈ આતુરતાથી રાહ જોતું હોય છે તે સપ્તકના એન્યુઅલ મ્યુઝિક ફેસ્ટિવલની જાહેરાત કરવામાં આવી છે, જે પહેલી જાન્યુઆરીથી તેર જાન્યુઆરી ૨૦૨૪ સુધી એલ.ડી.આર્ટ્સ કોલેજ કેમ્પસમાં યોજાશે.
સતત ૪૩ વર્ષથી સચવાયેલી આ પરંપરાને આ વર્ષે પણ ૧૨૫ કલાકારોના પરફોર્મન્સ દ્વારા આગળ વધારવામાં આવશે ત્યારે સપ્તક દ્વારા આ તેર દિવસનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે, જેમાં આ વર્ષે દર વર્ષની જેમ રવિવારે મોર્નિંગ સેશનનું આયોજન કરવામાં આવ્યું નથી. ૪૪મો સપ્તક સંગીત સમારોહ પં. કુમાર ગાંધર્વ અને ઉસ્તાદ આમિર ખાન સાહેબને સમર્પિત કરાયો છે.
આ સાથે જ, શ્રી પુંડલીક ભાગવત અને શ્રીમતી ભારતીબહેન પરીખને સંગીતાજંલિ પણ આપવામાં આવશે. આ વર્ષે કથક નૃત્યમાં હરિપ્રસાદ ચૌરસિયા, શુભા મુદ્ગલ, શાહિદ પરવેઝ, પં. રાજેન્દ્ર ગાંગાણી જેવા કલાકારો સપ્તકના સ્ટેજ પર સંગીતના સૂર રેલાવશે.
દર વર્ષની જેમ આ વર્ષે પણ આ સુરોની મહેફિલ તેર દિવસ ચાલવાની છે જેમાં દેશના ભિન્ન ભિન્ન પ્રાંતોમાંથી અલગ અલગ કલાકારો વિવિધ કલા પ્રસ્તુત કરશે.




