sabarkathaराष्ट्रीय

આવકાર્યઃ નશાબંધીના પ્રચાર-પ્રસાર માટે આગવી પહેલ….

વિનોદ બ્રહમભટ્ટ:D.K.K NEWS….

નશાબંધીની નીતિને વરેલા ગુજરાતમાં નશાબંધીના પ્રચાર પ્રસાર માટે સરકારે આગવી પહેલ કરી છે અને ગામેગામ ભવાઇમંડળીઓ, નાટકો નુક્કડ ડ્રામા દ્વારા તેને પહોંચાડવાનો પ્રયાસ કરી રહી છે. જેના ભાગરૂપે  શ્રી રાજસેવા ટ્રસ્ટ દ્રારા, નશાબંધી અને આબકારી સાબરકાંઠા પુરસ્ક્રુત નશાબંધી કાયઁક્રમ કલછાવાડ, તા-પોશીના જી- સાબરકાંઠા ખાતે યોજાયો હતો.

આજરોજ સાબરકાંઠાના છેવાડાના ગામ અને રાજસ્થાનની બોડઁર પરના કલછાવાડ ગામે પ્રમુખ વન અધિકાર સમિતિના અધ્યક્ષસ્થાને આયોજન કરવામાં આવ્યુ,તેમાં ગામની બહેનો ,યુવાનો અને બાળકો સહભાગી થયા હતા, અને નશાબંધી અંગેની જાણકારી મનોરંજન સાથે સંસ્થાએ તેમની ટીમ સાથે આપી હતી.

નશો નાશનું મૂળ છે  અને વ્યસન કરવાથી સામાજીક- આથિઁક -અને આરોગ્ય પર થનાર વિપરીત અસરો અંગે માહિતી પુરી પાડવામાં આવી હતી., પ્રમુખ- વનઅધિકાર સમિતી દ્રારા આભાર વિધિ કરવામાં આવી હતી  અને કોઈ પણ પ્રકારના વ્યસનથી દૂર રહેવા અંગેની સૌએ પ્રતિજ્ઞા લીધી હતી.

જન જન સુધી પહોંચી રહેલા આ કાયઁક્રમમાં વિનોદ બ્રહમભટ્ટ, પારૂલબેન મકવાણા, સાહિલ મકવાણા અને નારણભાઈ જેઓ આદિવાસી પ્રગતિ યુવક મંડળ -પિપળીયા સાથે જોડાયેલા છે તેઓ પણ  ખાસ હાજર રહ્યા હતા.

Related Articles

Back to top button