राष्ट्रीय

હવે ટ્રેન દ્વારા અમદાવાદથી મુંબઇ પહોંચો બે કલાક વહેલા….કારણ કે….

હવે ટ્રેન દ્વારા અમદાવાદથી મુંબઇ પહોંચો બે કલાક વહેલા....કારણ કે....

પશ્ચિમ રેલ્વે દ્વારા અમદાવાદ અને મુંબઇ વચ્ચે મુસાફરી કરતા લોકો માટે સારા સમાચાર આપ્યા છે. હવે અમદાવાદથી મુંબઇ બે કલાક વહેલા પહોંચી શકાશે. અમદાવાદ-મુંબઈ વચ્ચે 160 કિમી ઝડપે ટ્રેન દોડશે. માર્ચ 2024થી ટ્રેનની શરૂઆત થાય તેવી સંભાવના છે. 3 હજાર 950 પ્રોજેક્ટની 95 ટકા કામગીરી પૂર્ણ થઇ ગઇ છે.

માર્ચ 2024થી અમદાવાદથી મુંબઈ શતાબ્દી, વંદે ભારત જેવી ટ્રેનમાં બે કલાક વહેલા પહોંચી શકાશે. પ્રીમિયમ ટ્રેનમાં હાલ અમદાવાદ-મુંબઈનું 524 કિલોમીટરનું અંતર 6થી 8 કલાકનો સમય લાગે છે. પરંતુ માર્ચ 2024થી 4થી 6 કલાકમાં અમદાવાદથી મુંબઇ પહોંચી શકાશે જેના કારણે મુસાફરોના બે કલાક બચશે.

પ્રશ્ચિમ રેલવે મુંબઈથી નાગદા અને વડોદરાથી અમદાવાદ એમ બે કોરિડોરમાં ત્રણ હજાર 950 કરોડના ખર્ચે કામગીરી ચાલી રહી છે. જેમાં વિરાર -સુરત વચ્ચેના 15માંથી 13 સ્ટેશન વચ્ચેની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે,તેની સાથે જ સલામતીના ભાગરૂપે આ મુંબઈ-અમદાવાદના રૂટમાં બીની ફેન્સિંગ સિસ્ટમ મુકવાનું પણ શરૂ કરી દેવામાં આવ્યું છે.

Related Articles

Back to top button