राष्ट्रीय

મધ્યપ્રદેશમાં શિવ”રાજ”નો અંત આવ્યો…હવે મોહન”રાજ”નો પ્રારંભ…..

મધ્યપ્રદેશમાં શિવ”રાજ”નો અંત આવ્યો...હવે મોહન”રાજ”નો પ્રારંભ.....

સંધ સાથે જોડાયેલા ભાજપના સિનિયર  ધારાસભ્ય મોહન યાદવને  મધ્યપ્રદેશના નવા મુખ્યમંત્રી બનાવવાની જાહેરાત કરવામાં આવી છે અને તે સાથે  હવે બાકી રાજસ્થાનમાં નવા સીએમની જાહેરાત બાકી છે. અને તે સાથે “લાડલી” યોજનામાં “મામા”માંથી  બહેનોનો “ભાઇ” બનેલા સીએમ શિવરાજસિંહ ચૌહાણના શિવ”રાજ”નો અંત આવ્યો હતો અને હવે એમપીમાં મોહન”રાજ”નો પ્રારંભ થયો છે.

આજે સોમવારે મળેલી ભાજપ વિધાયક દળની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં બે નાયબ મુખ્યમંત્રી રાજેશ શુક્લા અને જગદીશ દેવરા પણ હશે. વિધાનસભા પક્ષની બેઠકમાં કેન્દ્રીય નિરીક્ષકોમાં હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર, પક્ષના અન્ય પછાત વર્ગ (ઓબીસી) મોરચાના વડા કે. લક્ષ્મણ અને સેક્રેટરી આશા લાકરા પણ હાજર હતા.

17 નવેમ્બરે યોજાયેલી ચૂંટણીમાં 230 સભ્યોની વિધાનસભામાં ભાજપે 163 બેઠકો જીતીને મધ્યપ્રદેશમાં સત્તા જાળવી રાખી હતી, જ્યારે કોંગ્રેસ 66 બેઠકો સાથે બીજા ક્રમે આવી હતી. ભાજપે ચૂંટણીમાં મુખ્યમંત્રીપદના ચહેરા તરીકે કોઈને બતાવવામાં આવ્યો ન હતો. મધ્યપ્રદેશમાં ભાજપ બે દાયકામાં પાંચમી વખત સરકાર બનાવવા જઈ રહી છે. આ પહેલા તે 2003, 2008, 2013 અને 2020માં રાજ્યમાં સત્તામાં આવી હતી.

Related Articles

Back to top button