राष्ट्रीयस्पोर्ट्स

આઈપીએલમાં ધોની કરતા પણ વધુ સેલેરી લે છે આ ક્રિકેટર….વાંચો કોણ છે એ…..?

આઈપીએલમાં ધોની કરતા પણ વધુ સેલેરી લે છે આ ક્રિકેટર....વાંચો કોણ છે એ.....?

દુનિયાની સૌથી લોકપ્રિય ક્રિકેટ લીગમાંની એક ઇન્ડિયન પ્રીમિયર લીગની તૈયારીઓ ચાલુ થઇ ગઈ છે. IPL 2024 માટે દુબઈમાં 19 ડિસેમ્બરના રોજ ઓક્શનનું આયોજન કરવામાં આવશે. જેની રાહ ક્રિકેટ ચાહકો આતુરતાથી જોઈ રહ્યા છે. IPLની 17મી સિઝનમાં ફરી એકવાર મહેન્દ્રસિંહ ધોની ચેન્નઈ સુપર કિંગ્સની કપ્તાની કરતો જોવા મળશે. આ સાથે જ IPL 2023ની ઉપવિજેતા ટીમ ગુજરાત ટાઈટન્સ તેના નવા કેપ્ટન સાથે જોવા મળશે. તે પહેલા આગામી સિઝનમાં દરેક ટીમના કેપ્ટનને કેટલો પગાર મળી શકે છે તેના આંકડા ચોંકાવનાર છે.

IPLમાં સેલરીના મામલે ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન એમએસ ધોની કરતા ઘણા કેપ્ટન આગળ છે. શુભમન ગિલને લઈને એવી અપેક્ષા રાખવામાં આવે છે કે હાર્દિક પંડ્યાને ગત સિઝનમાં જેટલો પગાર મળ્યો હતો તેટલો જ પગાર તેને મળશે. આ ઉપરાંત રોહિત શર્મા અને કે.એલ રાહુલની સેલેરી ધોની કરતા ઘણી વધારે છે. કે.એલ રાહુલ સૌથી મોંઘા કેપ્ટનની લીસ્ટમાં ટોપ પર છે, જેને લખનઉ સુપર જાયન્ટ્સ તરફથી 17 કરોડ રૂપિયા મળે છે.

આ 10 કેપ્ટનોને IPL 2024માં આટલો પગાર મળી શકે છે….

1 એમએસ ધોની – 12 કરોડ (ચેન્નઈ સુપર કિંગ્સ)

2રોહિત શર્મા – 16 કરોડ (મુંબઈ ઈન્ડિયન્સ)

 

  1. સંજુ સેમસન – 14 કરોડ (રાજસ્થાન રોયલ્સ)

 

  1. શ્રેયસ અય્યર – 12.25 કરોડ (કોલકાતા નાઈટ રાઈડર્સ)

 

  1. ફાફ ડુ પ્લેસિસ – 07 કરોડ (રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર)

 

  1. ડેવિડ વોર્નર – 6.25 કરોડ/ ઋષભ પંત – 16 કરોડ (જો પુનરાગમન થાય તો) (દિલ્હી કેપિટલ્સ)

 

  1. એડન માર્કરમ – 2.60 કરોડ (સનરાઇઝર્સ હૈદરાબાદ)

 

  1. કે.એલ રાહુલ – 17 કરોડ (લખનઉ સુપર જાયન્ટ્સ)

 

  1. શિખર ધવન – 8.25 કરોડ (પંજાબ કિંગ્સ)

 

  1. શુભમન ગિલ – 15 કરોડ (ગુજરાત ટાઇટન્સ)

Related Articles

Back to top button