राष्ट्रीय

જય ભીમઃ ગારિયાધારમાં ડો. બાબાસાહેબ આંબેડકરજીની પ્રતિમાને પુષ્પમાળાઓ અર્પણ કરાઇ….

પ્રતિનિધિ:મુકેશ એસ. કંટારીયા, ગારિયાધાર…

ભારત આજે જે બંધારણથી ચાલે છે અને દેશની કોર્ટો પણ બંધારણને ટાંકીને અવલોકનો કરે છે તેવા સમયે  દેશમાં ભાગ્યે જ કોઇ હશે કે જે બંધારણના ઘડવૈયા મહામાનવ ડો. બાબાસાહેબ આંબેડકરના નામથી અને કામથી પરિચીત ના હોય. 6 ડિસેમ્બર એટલે મહામાનવનો નિર્વાણ દિન.અને આજે મહામાનવના આજ રોજના નિર્વાણ દિને સૌરાષ્ટ્રમાં ગારિયાધાર શહેર ખાતે ડો. બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમાને પુષ્પમાળા અર્પણ કરી મહાપરીનિર્માણ દિને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા

અને બાબા સાહેબના ચરણોમાં કોટી કોટી વઁદન કર્યા હતા આ કાર્યક્રમમાં અનુસૂચિત જાતિ સમાજના હોદ્દેદારો અને અને આગેવાનો અને ગ્રામિણ વિસ્તારોમાંથી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ભાવનગર જિલ્લા પંચાયત સદસ્ય હરજીભાઈ વણજારા. અનુસૂચિત જાતિ  મોરચા શહેર પ્રમુખ ખોડાભાઈ એમ કંટારીયા. ગારિયાધાર નગર પાલિકા પૂર્વ સભ્ય સંજયભાઈ કંટારીયા. પૂર્વ નગર પાલિકા સદસ્ય  ઘનશ્યામભાઈ વણજારા. અ. જા. મોરચા મહા મંત્રી બાબુ ભાઈ પી દેંગડા.અતુલભાઈ વણજારા એસ ચી શહેર ઉપ પ્રમુખ. મહા મંત્રી અરવિંદભાઈ ચાવડા.ધનજીભાઈ પી સામાજિક કાર્યકર. અ. જા. ગ્રામિણ શાંતિભાઈ ખીમસુરીયા. રતનવાવ જેન્તી ભાઈ ડી કંટારીયા. વકીલ હરેશભાઈ વણજારા. રમણીક ભાઈ વી કંટારીયા. રાકેશ ભાઈ સાગઠીયા. તથા પત્રકાર મુકેશ એસ કંટારીયા ઉપસ્થિત રહ્યામ હતા.

જય ભીમ…….

Related Articles

Back to top button