राजनीतिराष्ट्रीय

જય શ્રીરામઃ રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢમાં ભગવો લહેરાવ્યો…પંજો ખોવાઇ ગયો…

જય શ્રીરામઃ રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢમાં ભગવો લહેરાવ્યો...પંજો ખોવાઇ ગયો...

આજે રવિવારે રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને તેલંગાણામાં વિધાનસભા ચૂંટણીની મતગણતરી થઇ છે. ત્યારે હાલ વલણો પ્રમાણે રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢમાં ભાજપ ભગવો લેહરાવ્યો છે  અને તેલંગાણાં  કોંગ્રેસે બાજી જીતી લીધી છે.

હાલ મધ્યપ્રદેશમાં ભાજપ છે. જ્યારે રાજસ્થાન અને છત્તીસગઢમાં કોંગ્રેસની સરકાર છે. તેલંગાણામાં કે. ચંદ્રશેખર રાવના નેતૃત્વમાં ભારત રાષ્ટ્ર સમિતિ છે. ત્યારે આજે બપોર સુધીમાં આ ચાર રાજ્યોમાં ક્યાં કોની સરકાર બનશે અને કોને માત મળશે તે અંગે મોટાભાગનું ચિત્ર સ્પષ્ટ થઇ શક્યું હતું.

તો અનુસાર રાજસ્થાનમાં રાજ બદલાયું પણ રિવાજ નહી. તે અનુસાર મતદારોએ સતત બીજી વખતે કોઇપણ સત્તા પક્ષને  તક નહીં આપવાની પરંપરા જાળવી રાખી છે. છત્તીસગઢમાં બાજી પલટાઇ ગઇ અને કોંગ્રેસના બદલે ફરીથી ભાજપને બહુમતિ મળી છે.

મધ્યપ્રદેશમાં પણ ભાજપે જીત મેળવી છે અને આ સમગ્ર જીત માટે વડાપ્રધાન મોદીને આભારી છે. તેમણે આપેલી ગેરંટીઓએ ભાજપની જીતાડી છે.

મિઝોરમની વાત કરીએ તો, સાત નવેમ્બરે વિધાનસભા ચૂંટણી થઈ હતી. આ રાજ્યમાં આવતીકાલે એટલે સોમવારે મતગણતરી થશે. ચૂંટણી અધિકારીઓએ કહ્યું કે, મતગણતરી ત્રિસ્તરિય સુરક્ષા વ્યવસ્થામાં થશે. ફક્ત કાયદેસરના પાસવાળા લોકોને જ મતગણતરી કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવશે.

Related Articles

Back to top button