राजनीतिराष्ट्रीय

રાજસ્થાનઃ વસુંધરાએ રેકોર્ડ કર્યો…53 હજાર મતોની સરસાઇથી જંગી જીત….હવે સીએમ બનશે…?

રાજસ્થાનઃ વસુંધરાએ રેકોર્ડ કર્યો...53 હજાર મતોની સરસાઇથી જંગી જીત....હવે સીએમ બનશે...?

ઝાલરાપાટન સીટ- આ સીટ પર ભાજપના ઉમેદવાર અને મુખ્યમંત્રી વસુંધરા રાજેએ પાંચમી વાર જીત પ્રાપ્ત કરી હતી. તેમણે 138831 વોટ મળ્યા અને 53193 વોટના માર્જિનથી કોંગ્રેસના રામ લાલ ચૌહાણને હરાવ્યા હતા. આ રાજસ્થાનની હોટ સીટ છે. 2003થી સતત વસુંધરા રાજે આ સીટ પરથી જીતતા આવ્યા છે. 2018માં ચૂંટણી તેમના વિરુદ્ધ કોંગ્રેસના માનવેન્દ્ર સિંહને મેદાનમાં ઉતાર્યા હતા, પણ તેઓ જીતી શક્યા નહોતા.

રાજસ્થાનના ઝાલાવાડ જિલ્લાની તમામ સીટો પર નજર અટકેલી છે. જિલ્લામાં 4 વિધાનસભા સીટ આવે છે. જિલ્લાની કેટલીય સીટ પર કાંટાની ટક્કર જોવા મળી છે. રાજ્યના પૂર્વ સીએમ અને ભાજપના કદ્દાવર નેતા વસુંધરા રાજે સિંધિયા ઉપરાંત નરેન્દ્ર નાગર અને રામ લાલ ચૌહાણ જેવા ચર્ચિત નામ અહીંથી ચૂંટણી લડી રહ્યા છે.

મતગણતરી ચાલી રહી છે. ઝાલરાપાટન સીટથી વસુંધરા રાજેએ પાંચમી વાર જીત કરીને ઈતિહાસ રચી દીધો છે. 25 નવેમ્બરને ઝાલાવાડ જિલ્લાની 4 વિધાનસભા સીટ માટે મતદાન થયું હતું

Related Articles

Back to top button