sabarkathaराष्ट्रीय

જ્યારે જયજલારામ સેવા ટ્રસ્ટ સંચાલિત માનસિક દિવ્યાગ આશ્રમમાં હરખના આંસુ છલકાઇ ગયા..

જ્યારે જયજલારામ સેવા ટ્રસ્ટ સંચાલિત માનસિક દિવ્યાગ આશ્રમમાં હરખના આંસુ છલકાઇ ગયા..

દેવાપાંડેકાપુર પો. દુલ્લાહપુર તા.જખીનીયા જી.ગાજીપુરના ઉતર પ્રદેશ રહેવાસી પંકજભાઈ ફુલચંદ પાન્ડે છેલ્લા  એક મહીનાથી ગુમશુદા થયા હતા. જે પ્રાંતિજ પોલીસ સ્ટેશન સ્ટાફ ને મળી આવતા તેને જય જલારામ સેવા ટ્રસ્ટ સંચાલિત માનસિક દિવ્યાગઆશ્રમ હિંમતનગર મુકામે તેની સલામતી માટે પહોંચાડવામાં આવ્યો હતો.

 જયજલારામ સેવા ટ્રસ્ટ સંચાલિત માનસિક દિવ્યાગઆશ્રમ  આશરો લઈ રહેલ માનસિક દિવ્યાંગ એક મહીનાથી ગુમ થયા હતા. પોતાના ભાઈને જોતાં જ હરખના આંસુ રોકી શકાયા નહતા દિપાવલી પર્વ પર બેનને ભાઈ મળતા  પરીવારજનો સંસ્થાના તમામ સભ્યોનો  હદયથી આભાર માની  પ્રમુખશ્રી જેઠાભાઈ તથા પિનાકીન ભાઈ. ભરતભાઈ પટેલ. પાર્થ જૈન. રાજેશ રાઠોડ .હિમેશકુમાર કાળીબેનનો ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતા

સંસ્થા દ્વારા ગુમશુદા માનસિક દિવ્યાગોને પોતાના પરીવાર સાથે મિલન  કરાવવાની સુંદર 51મી ઘટના છે. આ  અગાઉ ભારતના જુદાજુદા રાજયમાંથી ગુમ થઈને  ગુજરાતના હિંમતનગર શહેરમાં આવી ચડતા આવા ગુમશુદા માનસિક દિવ્યાગોંને જય જલારામ સેવા ટ્રસ્ટ સંચાલિત માનસિક દિવ્યાગ આશ્રમ હિંમતનગર  તેમના પરીવાર સાથે મિલન કરાવ્યું છે.

 અગાઉ સંસ્થા દ્વારા અનોડીયાના રહેવાસી અમિતસિંહ જેણાજી રાઠોડ .ધાનેરા ના અલ્પેશભાઈ અચણાજી રાજપુરોહિત . ઇટાડીના જીગ્નેશ કાલિદાસ સોલંકી. બોસલાટી (રાજસ્થાન)ના કાંતિલાલ દિનેશ ખરાડી. લાડોલના ભરતભાઈ મહેશભાઈ રાવલ. ભૂતાવડના અમૃતભાઈ મહેન્દ્રભાઈ નાઈ અત્યાર સુધીમાં 51 માનવદેવોને પુનર્વસન કરેલ છે.

Related Articles

Back to top button