गुजरातराष्ट्रीय

સાવન જો અગન લગાયે ઉસે કૌન બુઝાયેઃ ચોરને પડકનારા પોલીસ જ પોલીસ મથકમાં ચોરી કરે છે..!

સાવન જો અગન લગાયે ઉસે કૌન બુઝાયેઃ ચોરને પડકનારા પોલીસ જ પોલીસ મથકમાં ચોરી કરે છે..!

રાજ્યમાં પોલીસ કર્મીઓને શરમાવતો કિસ્સો સામે આવ્યો છે. જિલ્લાના બોકોર પોલીસ મથકમાંથી જ પોલીસ કર્મીઓએ મળીને વિદેશી દારૂ ઇને પંખાની ચોરી કરી છે. જુદીજુદી બ્રાન્ડની ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂની 125 નંગ બોટલો તેમજ 15 નંગ પંખા મળીને કુલ 1,97,680 રૂપિયાના મુદ્દામાલની ચોરી કરવામાં આવી છે. આ કિસ્સામાં પોલીસે બે પોલીસ કર્મી, એક જી.આર.ડી. જવાન તેમજ ત્રણ હોમગાર્ડ જવાનો સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી છે.

આ અંગે મળતી માહિતી પ્રમાણે, મહીસાગર જિલ્લાના બાકોર પોલીસ સ્ટેશનમાંથી પ્રોહીબિશનની ડ્રાઈવમાં કબજે લીધેલા મુદ્દામાલમાંથી દારુની બોટલો તથા પંખાની ચોરી કરી છે. આ આરોપીઓમાં બે પોલીસ કર્મી (ASI), એક જી.આર. ડી જવાન તેમજ ત્રણ હોમગાર્ડ જવાનો સામેલ છે. જેમાંથી પાંચ લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે.

પોલીસે અરવિંદ રાયજી ખાંટ, લલિત દાના પરમાર, ખાતું નાના ડામોર, સોમાં ધુલા પગી, રમણ મંગળ ડામોર, દીપક ખાના વણકર વિરૂદ્ધ ગુન્હો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ આરોપીઓ સામે આઇ.પી.સી.કલમ 457, 380, 120b, 34 મુજબ ગુન્હો નોંધ્યો છે.

Related Articles

Back to top button