sabarkathaराष्ट्रीय

ઉત્તર ગુજરાતના ગૌરવ સમાન શ્રી ગોપાલસિંહ રાઠોડજી, હમેં આપ પર નાઝ હૈ…જય હો..

ગોપાલસિંહબાપુને કમિટીના ચેરમેન બનવા બદલ ડીકેકે તરફથી કોટી કોટી અભિનંદન...

શ્રી ગોપાલસિંહ રાઠોડ સાબરકાંઠા જિલ્લામાં એક એવુ નામ છે કે જેમની આગવી ઓળખ સેવાભાવી અને ભામાશા સમાન છે.  સમાજમાં અને ધાર્મિક ક્ષેત્રે જે કોઇને મદદની જરૂર પડે ત્યારે તેમણે દિલ ખોલીને ખરામનથી યથાયોગ્ય  સહાય પૂરી પાડી છે. રાજકિય, સામાજિક અને  કારોબારમાં તેમનું એક આગવુ સ્થાન રહેલુ છે.

રાજકિય અને સામાજિક ક્ષેત્રે સેવા આપવાની સાથે  ભામાશા એવા શ્રી ગોપાલસિંહ રાઠોડ રમતગમતક્ષેત્રે પણ આગવુ સ્થાન ધરાવે છે અને  ગુજરાતમાં બાસ્કેટબોલ રમતને લોકપ્રિય બનાવવાના તેમના પ્રયાસો  સતત ચાલી રહ્યાં છે. જિલ્લામાં તેમની સેવાની કદર કરીને હવે તેમને સિલેકશન કમિટિની ખૂબ મોટી જવાબદારી સોંપવામાં આવી છે.

આમ તો બાસ્કેટબોલની રમત વિદેશમાં વધારે લોકપ્રિય છે. જેમાં ઉંચાઇવાળા ખેલાડીઓને વધારે તકો મળે છે. ગુજરાતમાં ઉંચાઇવાળા ખેલાડીઓને પસંદકરવાની જવાબદારી ઉત્તર ગુજરાતના ગૌરવ એવા શ્રી ગોપાલસિંહ રાઠોડ ખૂબ સારી રીતે નિભાવશે એમાં કોઇ બેમત નથી. જિલ્લામાં  અને અન્યત્ર  અનેક ધાર્મિક, આરોગ્ય, શિક્ષણ સહિત અનેક સેવાભાવી સંસ્થામાં તેઓ અવિરતપણે સેવાઓ આપી રહ્યાં છે અને તેની કદરરૂપે સકારાત્મક નોંધ પણ સંબંધિત સત્તવાળાઓ તરફથી લેવાય છે અને તેમનુ યથાયોગ્ય ઉચિત માનસન્માન પણ કરવામાં કરે છે

સાબરકાંઠા બાસ્કેટબોલ એસોસીએશનના પ્રમુખ અને છેલ્લા દસ વર્ષથી ગુજરાત બાસ્કેટબોલ એસોસીએશનના ઉપપ્રમુખ તરીકે સેવા આપતા ગોપાલસિંહ રાઠોડની ગુજરાત બાસ્કેટબોલ એસોસીએશનમાં સિલેક્શન કમિટીના ચેરમેનપદે વરણી કરવામાં આવેલ છે.

૫ નવેમ્બરે ભાવનગર ખાતે ગુજરાત બાસ્કેટબોલ એસોસિએશનની મળેલી એ.જી.એમ.માં સર્વાનુંમતે ગોપાલસિંહ રાઠોડની આ બાબતે  વરણી કરવામાં આવેલ છે જે આપણા સૌના ઉત્તર ગુજરાત માટે ગૌરવ સમાન છે.

શ્રી ગોપાલસિંહ રાઠોડ સાબરકાંઠા જિલ્લાની અનેક ધાર્મિક, આરોગ્ય, શિક્ષણ સહિત અનેક સેવાભાવી સંસ્થાની સાથે જોડાયેલા છે તેવો ઉત્તરોઉત્તર પ્રગતિ કરે એવી અંતઃકરણની શુભેચ્છાઓ સાથે  ડીકેકે ન્યૂઝ અખબાર અને ન્યૂઝ પોર્ટલ વેબસાઇટ દ્વારા તેમને કોટી કોટી અભિનંદન પાઠવવામાં આવે છે.

Related Articles

Back to top button