અમદાવાદ: દિવાળી પહેલા રાજ્ય સરકાર દ્વારા લોકોને ભેટ આપવામાં આવી છે. સરકાર દ્વારા સીએનજી અને પીએનજીના વેટમાં ઘટાડો કરવામાં આવ્યો છે. વેટમાં રાજ્ય સરકારે 10 ટકાનો ઘટાડો કર્યો છે. આ નિર્ણયથી ગૃહિણી અને વાહનચાલકોને સીધો લાભ મળશે. સરકારની આ જાહેરાતને કેજરીવાલ ઇફેક્ટ તરીકે જોડીને જોવામાં આવી રહ્યું છે.
આ અંગે જાહેરાત કરતાં મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, નાગરિકો અને ગૃહિણીઓને એક હજાર કરોડ રૂપિયા જેવી રાહત મળવાની છે. સાથે જ વર્ષમાં બે સિલિન્ડ ફ્રી આપવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. 38 લાખ જેટલી ગૃહિણીઓને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. જે હેઠળ 650 કરોડ રૂપિયાની રાહત એટલે કે 1700 કરોડ રૂપિયા સુધીની રાહત સુધી જ જનતાના ઘરમાં કે ખિસ્સા સુધી પહોંચી શકે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે.
તેમણે કહ્યું હતું કે, સીએનજીમાં 10 ટકા ઘટાડો ગણીએ તો કિલોદીઠ 6થી 7 રુપિયાનો લાભ થશે. એવી જ રીતે પીએનજી પર પાંચથી સાડા પાંચ રૂપિયાનો લાભ કિલોદીઠ થવાનો છે. તેમણે રાજ્ય સરકારની આ જાહેરાતને ખૂબ જ મોટી ગણાવી હતી અને રાજ્યની સરકારને દિવાળીની ભેટ તરીકે પણ ગણાવી હતી. આમ, પ્રધાનમંત્રી ઉજ્વલા યોજનાના લાભાર્થીને લાભ થશે. સીધા જ તેમના ખાતામાં પૂરી રકમ જમા થશે. ગરીબ અને મધ્યમ વર્ગ માટે આ જાહેરાત મહત્વની મનાય છે. સાથે જ વાહનચાલકો અને રીક્ષાચાલકો માટે મોટા સમાચાર છે




