गुजरातराष्ट्रीय

અજબ છે-ગજબ છેઃ નકલી IPS બાદ ગાંધીનગરમાં નકલી એફસીઆઈનો અધિકારી ઝડપાયો

અજબ છે-ગજબ છેઃ નકલી IPS બાદ ગાંધીનગરમાં નકલી એફસીઆઈનો અધિકારી ઝડપાયો

તહેવારો પૂર્વે ભેળસેળયુક્ત કે નકલી ખાદ્યચીજો પકડાય જ રહી છે ત્યારે એક જ દિવસમાં બે નકલી અધિકારીઓ ઝડપાતા સનસનાટી મચી છે. ગુજરાતમાંથી છેલ્લા કેટલાંક વખતમાં નકલી પીએમઓ અધિકારી, નકલી ક્લેક્ટર, મામલતદાર તો ઠીક નકલી સરકારી કચેરી પણ પકડાઇ હતી. હવે આ સિલસિલો આગળ ધપાવ્યો હોય તેમ નકલી આઇપીએસ તથા ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના નકલી અધિકારી પકડાયા છે.

સુરતના ઉધના વિસ્તારમાં નકલી આઇપીએસ વાહનોનું ચેકીંગ કરીને બનાવટી મેમો પણ પકડાવતો હતો. આ દરમ્યાન એક અકસ્માતની ઘટના બનતા અસલી પોલીસ ગઇ હતી. આઇપીએસ અધિકારીની દાઢી વધેલી હોવાથી પોલીસને શંકા ગઇ હતી અને તેના આધારે ભાંડો ફોડ્યો હતો.

નકલી આઇપીએસ અધિકારીએ પોતાનું નામ મોહમદ શરમાણ જણાવ્યું હતું. સાથે દરજીકામ કરતો હોવા છતાં પોલીસ બનવાના શોખને કારણે એમેઝોન પરથી ડ્રેસ મંગાવ્યો હતો. પ્રોબેશનરી ઓફિસરની જેમ યુનિફોર્મ પર ત્રણ સ્ટાર લગાવ્યા હતા.

તેણે પોલીસને એમ કહ્યું કે પોતે કોઇ પાસે તોડ કર્યો નથી કે પૈસા પડાવ્યા નથી. પોલીસ ડ્રેસમાં ફરવાના શોખને કારણે આમ કર્યું હતું. બીજી તરફ ગાંધીનગરમાંથી ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના અધિકારી તરીકે રોફ જમાવતા નકલી અધિકારીને પણ ઝડપી લીધો હતો. સેકટર-21માં આ નકલી અધિકારી સામે કેસ નોંધાયો છે.

એફસીઆઇના નકલી અધિકારીનું નામ પુણ્યદેવ રાય છે. આ નામે તેણે બોગસ વીઝીટીંગ કાર્ડ પણ બનાવ્યા હતા. આ કાર્ડના આધારે પોલીસ ભવનમાં પ્રવેશ્યો હતો અને અધિકારીઓને આમંત્રણ કાર્ડ પણ આપ્યા હતાં. આ અધિકારી મૂળ બિહારનો હોવાનું તથા હાલ ગાંધીધામમાં રહેતો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

Related Articles

Back to top button