राष्ट्रीय

ઇન્ડિયા મામલે નીતીશકુમાર નારાજ…કોંગ્રેસ સામે નિશાન તાકયું…મોરચાની કામગીરી ઠપ્પ..

ઇન્ડિયા મામલે નીતીશકુમાર નારાજ...કોંગ્રેસ સામે નિશાન તાકયું...મોરચાની કામગીરી ઠપ્પ..

લોકસભાની ચૂંટણીમાં ભાજપનો મુકાબલો કરવા તમામ રાજકીય પક્ષોનો સંયુક્ત મોરચો રચી દેવાયા બાદ આગળની કોઈ પ્રક્રિયા નહીં થતા બિહારના મુખ્યમંત્રી નીતીશકુમાર નારાજ થયા છે અને કોંગ્રેસ સામે નિશાન તાકયું છે.

નીતીશકુમારે કહ્યું કે, વિપક્ષી મોરચો ‘ઈન્ડિયા’ ગઠબંધન પર હાલ કોઈ કામ થતુ નથી. કોંગ્રેસ ધ્યાન આપતી નથી. કોંગ્રેસ પાંચ રાજયોની વિધાનસભા ચૂંટણીમાં જ વ્યસ્ત છે અને ‘ઈન્ડિયા’ની આગળની પ્રક્રિયા સ્થગિત છે. ભારતને બચાવવા માટે ઈન્ડિયા ગઠબંધન બનાવવામાં આવ્યુ છે પરંતુ હાલ તેમાં કોઈ કામ થતુ નથી.

દેશના ઈતિહાસને બદલી દેનારાને સતા પરથી હટાવવા ઈન્ડિયા ગઠબંધનની રચના કરવામાં આવી હતી. તમામ પક્ષોને સંગઠીત થઈને દેશ બચાવવા માટે આગળ આવવા સમજાવાયા હતા પરંતુ કોંગ્રેસ પાંચ રાજયોના ચુંટણી પ્રચારમાં વ્યસ્ત છે. આ ચુંટણી ખત્મ થયા બાદ ફરી બેઠકો શરૂ થશે.

બિહારના મુખ્યમંત્રીએ નારાજગી દર્શાવતા કહ્યું કે જેમ ચાલે છે તેમ ચાલવા દયો. વાસ્તવમાં દેશને સંગઠીત કરવા અને હાલ સતા પર છે તેમનાથી દેશને બચાવવા આ

કવાયત કરવામાં આવી છે. પાંચ રાજયોની વિધાનસભા ચૂંટણી બાદ ફરી બેઠક થશે.

તેઓએ કહ્યું કે, તમામને સાથે રાખીને ચાલવાનો ઈરાદોછે. અમે સમાજવાદી લોકો છીએ. સીપીઆઈ સાથે જુનો નાતો છે. કોમ્યુનિસ્ટ તથા સોશ્યાલીસ્ટ બન્નેને સાથે લઈને આગળ વધશે.

Related Articles

Back to top button