ચોરાયેલા મોબાઇલ સાથે ચોરઇસમને પકડી પાડતી હિંમતનગર “એ” ડીવીઝન પોલીસ….
ચોરાયેલા મોબાઇલ સાથે ચોરઇસમને પકડી પાડતી હિંમતનગર “એ” ડીવીઝન પોલીસ....
નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી વિરેન્દ્રસિંહ યાદવ ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા પોલીસ અધિક્ષકશ્રીવિજય પટેલ સાબરકાંઠાનાઓએ સાબરકાંઠા જીલ્લામાં મીલ્કત સબંધી ચોરીઓના બનાવ સબંધે આવી ચોરીઓ કરતા ઇસમોને પકડી ગુન્હા બનતા અટકાવવા સારૂં સુચના આપેલ હોય જે સંદર્ભેશ્રી એ.કે.પટેલ નાયબ પોલીસ અધિક્ષક હિંમતનગર વિભાગનાઓના માર્ગદર્શન હેઠળ શ્રી ઇન્ચાજૅ જે.કે.રાઠોડ પો.ઇન્સ એ ડીવી.પો.સ્ટે.હિંમતનગરનાઓએ સર્વેલન્સસ્કોડના માણસોને આ દિશામાં સતત વોચતપાસમાં રહી આવા ઇસમોનેપકડવા સુચનો કર્યા છે.
જે આધારે સર્વેલન્સસ્કવોડના માણસો આ દિશામાં સતત તપાસમાં રહેલ અને તપાસ દરમ્યાન સર્વેલન્સ સ્કવોડના માણસોએ હિંમતનગર એ ડીવીઝન પોસ્ટે ગુ.ર.નં-૧૧૨૦૯૦૧૬૨૩૦૩૫૭/૨૦૨૩ ઇ.પી.કો કલમ ૩૭૯ મુજબના ગુનાના કામે ચોરીમાં ગયેલ મોબાઇલના IMEI નંબરોની માહીતી મંગાવી સદર મોબાઇલ એકટીવ થતા ટેકનીકલ સોર્સ તથા અ.પો.કો જ્ઞાનદીપસિંહ વિજયસિંહ તથા અ.પો.કો મિતરાજસિંહ રણજીતસિંહનાઓ અંગત બાતમી હકીકત આધારે સદર મોબાઇલની ચોરી કરનાર ઇસમ જીતેન્દ્રસિંહ બેહચરસિંહ ઝાલા ઉ.વ.૨૪ રહે.ચહેરકૃપા સોસાયટી ધ્રાંધણા ફાટક મહેતાપુરા હિંમતનગર તા.હિંમતનગર જી.સાબરકાંઠાવાળાને સહકારી જીન હિંમતનગર મુકામેથી તા.૨૦/૧૦/૨૦૨૩ ના રોજ ચોરીના મોબાઇલ સાથે પકડી પાડી ચોરીમાં ગયેલ મોબાઇલ ગુનાના કામે કબજે કરી આ ઇસમ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
આમ મોબાઇલ ચોરીના છેલ્લા પાંચ માસથી અનડીટેકટ ગુન્હાનોમુદ્દામાલરીકવર કરી, ગુન્હો ડિટેક્ટ કરી મીલ્કત સંબંધી ગુન્હાનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવેલ છે. આમ હિંમતનગર એ ડવીજન પોલીસે પ્રશંસનીય કામગીરી કરેલ છે.
રીકવર કરેલ મુદ્દામાલઃ-(૧) સેમસંગ કંપનીનો A32 મોબાઇલ ફોન કિ.રૂ.૨૩,૦૦૦/- નો
કામગીરી કરનાર ટીમઃ-(૧) ઇન્ચાજૅ જે.કે.રાઠોડ પોલીસ ઇન્સપેકટર (૨) પી.પી.જાની પો.સબ.ઇન્સ
(૩) અ.પો.કો.જ્ઞાનદિપસિંહ વિજયસિંહ (૪) અ.પો.કો.મિતરાજસિંહ રણજીતસિંહ (૫) અ.પો.કો.મહાવીરસિંહ પ્રભાતસિંહ (૬) અ.પો.કો કલ્પેશકુમાર કેશવલાલ અને (૭) અ.પો.કો કપીલભાઇ કલ્યાણસિંહનો સમાવેશ થાય છે.




