
ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના મિતીયાજ ગામે આંગણવાડી બાબતે સરકાર તેમજ તંત્ર ઘોર બેદરકારી જોવા મળી રહી છે ત્યારે મિતીયાજ ગામમાં આવેલી આંગણવાડીમાં નાના ભૂલકાઓ કે જેઓ ભગવાનનું સ્વરૂપ ગણવામાં આવે છે ત્યારે આ આંગણવાડીમાં આ બફારાથી નાના ભૂલકાઓ ત્રાહિમામ પોકારી ઊઠયા છે ત્યારે અગાઉ મિતીયાજ ગામના સામાજિક કાર્યકર સુરપાલસિહ બારડ લલિતભાઈ વાળાએ પંખા બાબતે અવાર-નવાર રજૂઆત કરી હતી.
પરંતુ આ અંગે અધિકારીઓ એક-બીજાને ખો આપતા રહ્યાને ભૂલકાઓ ગરમીના બફારાથી સેકાતા ગયા. મિતીયાજ ગામના બાળકો ના વાલીઓએ સામાજિક કાર્યકર સુરપાલસિહ બારડ લલિતભાઈ વાળાને રજુઆત કરતા આજ રોજ સુરપાલસિહ બારડ અને લલિતભાઈ વાળાએ આંગણવાડીની રૂબરૂ મુલાકાત લેતા સરકાર તેમજ તંત્રની ઘોર બેદરકારી સામે બહાર આવી હતી.
જો આંગણવાડીમાં નવા બે પંખા નાખવામાં નહીં આવે તો આવતાં દિવસોમાં મિતીયાજ ગામના સામાજિક કાર્યકર સુરપાલસિહ બારડ અને લલિતભાઈ ગાંધીચિંધ્યા માર્ગ આંદોલનના મંડાણ માંડશે તેવી ચિમકી ઉચ્ચારી છે.




