ગુજરાતમાં એક સરકારી ઓફિસમાં દાળવડાની થયેલી અરજીએ ભારે ચર્ચા જગાવી છે. અમદાવાદમાં ક્લાસ-2 અને ક્લાસ-3ના અધિકારીઓએ ઓફિસમા દાળવડા મંગાવવાની પરમિશન માંગતી અરજી કરી હતી. જેના બાદ દાળવડા માટેનો ઓર્ડર કરનાર મહિલા અધિકારીની રાતોરાત બદલી કરી દેવામાં આવી છે.
અમદાવાદમાં દાળવડા મંગાવવાનો ઓર્ડર કરતો એક પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. અમદાવાદમાં રાજ્યવેરા કમિશનર કચેરીમાં એવો ફતવો બહાર પાડવામાં આવ્યો હતો કે, જો ઓફિસમાં નાસ્તો મંગાવવો હોય તો કમિશનરની મંજૂરી લેવી પડશે. રાજ્યવેરા નિરીક્ષક એસી ભટ્ટે એવી સૂચના આપી હતી કે, જો ઓફિસમાં નાસ્તો મંગાવવો હોય તો રાજ્યવેરા કમિશનર એ.સી.ભટ્ટની મંજૂરી લેવી પડશે. જો આ સૂચનાનું પાલન નહી કરાય તો જે તે કર્મચારી વિરુધ્ધ પગલાં લેવામાં આવશે.




