sabarkathaराष्ट्रीय
ધો. 10 પાસ બોગસિયો બન્યો હતો ડોક્ટર…કેટલાય દર્દીઓને છેતર્યા…છેવટે જેલ હવાલે…
ધો. 10 પાસ બોગસિયો બન્યો હતો ડોક્ટર...કેટલાય દર્દીઓને છેતર્યા...છેવટે જેલ હવાલે...
સાબરકાંઠા જિલ્લામાં વડાલીના ટોપની જેમ બોગસિયા ડોક્ટરોની આખી જમાત ફૂટી નીકળી હોય તેમ જણાય છે. કેમ કે સાબરકાંઠામાં વધુ એક નકલી તબીબ ઝડપાયો છે. નવાઇની વાત તો એ છે કે માત્ર ધોરણ 10 પાસ હોવા છતાં આ બોગસિયો માણસ નકલી ડોક્ટર બનીને એલોપેથીક પ્રેક્ટિસ કરતો હતો…દવા ઇંજેકશન આપતો હતો.
વિગતે જોઇએ તો, જિલ્લાના વડાલી તાલુકાના માલપુર ગામમાં ધો. 10 પાસ વ્યક્તિ પ્રેકટીસ કરતો હતો. જો કે આ ઉંટવૈદ્યને તાલુકા આરોગ્ય વિભાગે ઝડપી પાડયો હતો. તેની પાસેથી એલોપેથીક ઇન્જેક્શનનો જથ્થો, સીરપ, ટેબલેટ વગેરે. મુદ્દામાલ તરીકે કબ્જે કરી ક્લિનિકને સીલ મારી દેવાયું હતું. આ ધો. 10 પાસ ઊંટવૈદીયા ડોક્ટર સામે વડાલી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.




