
પરીવર્તન ટ્રસ્ટ મેઘરજ અને કમિશ્નર મહિલા અને બાળ વિકાસ કચેરી સંચાલિત વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર મેઘરજ દ્ધારા મોટી પંડુંલી ગામે એક દિવસીય સરકારી યોજનાઓની જાણકારીનો કાર્યક્રમ આજ રોજ તારીખ 12/10/2023 ને ગુરુવારે યોજાયો હતો.
જેમાં મોટી પંડુલી ગ્રામ પંચાયતના સમાવિષ્ટ ગામોની આગેવાન બહેનો આશરે 75થી 80 જેટલી બેનો ઉપસ્થિત રહી હતી. સૌ પ્રથમ કાર્યકર હેતલબેન દ્વારા પરિચય કરાવ્યો હતો અને કાર્યક્રમનો હેતુ સમજાવ્યો અને ત્યાર બાદ સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી જગદીશભાઈ પંડ્યાએ સરકારી યોજનાઓ જેમાં ખાસ કરીને મહિલા કલ્યાણને લગતી સરકારી યોજનાઓની માહિતી વિગતવાર આપી હતી. જેમાં ખાસ વ્હાલી દિકરી યોજના, વિધવા સહાય, ઈ-નિર્માણ કાર્ડ, ઈ-શ્રમ કાર્ડ, મહિલા સ્વાવલંબન યોજના, બાલિકા સમૃદ્ધિ યોજના,વીમો, બચતની માહિતી આપીહતી.

તેમાં ફોર્મ કેવી રીતે ભરવુ. કયા ડોક્યુમેન્ટ જોઈએ, પાત્રતા કઈ, ફોર્મ કયાં જમા કરાવવું વિગેરે માહિતી આપી હતી. ત્યાર પછી સામાજિક ન્યાય કેન્દ્રમાંથી આવેલા હંસાબહેન અને મીનાક્ષીબેને તેમના કેન્દ્રની માહિતી આપી.અને ડાકણ પ્રથા નાબૂદ કરવા આહવાન કર્યુ હતુ.
જ્યારે, પરીવર્તન ટ્રસ્ટ ના હેતલબેને જન્મ મરણ અને લગ્ન નોધણી કેવી રીતે કરાવવી તેમજ પાલક માતા પિતા યોજના, વિકલાંગોની યોજનાની માહિતી આપી હતી..
સંસ્થાના કાર્યકર બકુલબેને ઘરેલુ હિંસા અધિનિયમ 2005હેઠળ મહિલાઓને મળેલા અધિકારો અને સંસ્થા દ્વારા શું શું મદદ કરીએ છીએ તે જણાવ્યું હતુ.
ત્યારબાદ મહિલાઓને લક્ષમાં રાખી નાની ફિલ્મ બતાવી હતી. ગામના અગ્રણી મહિલા કાર્યકર જીજાબેને આભાર વિધિ કરી હતી અને મહિલા ઓના પ્રતિભાવો લેવામાં આવ્યા હતા. જેમાં જયાબેન ખરાડી એ પ્રતિભાવ આપ્યો હતો. પ્રશ્નોત્તરી કરવામાં આવી હતી..




