ગરબાનું આયોજન કરનારાઓ ધ્યાન આપશો…ક્યાંક કોઇની તબિયત બગડી તો…? આ રહી ગાઇડલાઇન…
ગરબાનું આયોજન કરનારાઓ ધ્યાન આપશો...ક્યાંક કોઇની તબિયત બગડી તો...? આ રહી ગાઇડલાઇન...
ગરબા દરમિયાન વખતે યુવાનોમાં આવી રહેલા હાર્ટ એટેકના વધી રહેલા કેસોને જોતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. નવરાત્રિના આયોજકોએ આ વર્ષે મેડિકલ કીટ રાખવી પડશે. આરોગ્ય વિભાગ આ માટે ખાસ માર્ગદર્શિકા બહાર પાડશે.
આરોગ્ય વિભાગના અધિક નિયામક ડૉ. નિલમ પટેલે રાજ્યના તમામ વિભાગીય નાયબ નિયામક, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીઓ અને મેડિકલ ઓફિસરોને પત્ર લખી નવરાત્રિ દરમિયાન મોટા આયોજનોના સ્થળોએ આરોગ્ય સુવિધા ઉપલબ્ધ કરાવવા અને નજીકાના આરોગ્ય કેન્દ્રો પર રાઉન્ડ ધ ક્લોક મેડિકલ સારવાર મળી રહે તે સુનિશ્ચિત કરાવવા આદેશ કર્યાં છે.
8 કોર્પોરેશન અને 157 નગરપાલિકા વિસ્તાર માટે ખાસ માર્ગદર્શિકા અમલી રહેશે. ગ્રામીણ વિસ્તારમાં PHC અને CHC સેન્ટરોમાં ખાસ સૂચનાઓ આપવામા આવશે. ગરબાના સ્થળની નજીક 108ના પોઇન્ટ ગોઠવવામાં આવશે.
CPRની તાલીમ લીધેલા લોકોને ગરબા સ્થળે રાખવામાં આવશે. હોસ્પિટલમાં ડોક્ટરોની ટીમને રાત્રીના 12 વાગ્યા સુધી હાજર રહેવાની સૂચના આપવામાં આવશે અને ભાજપના ડોકટર સેલના હોદ્દેદારો અને કાર્યકરો પણ ગરબા સ્થળે હજાર રહેશે.




