राष्ट्रीय

ફાર્મામાં ગરબડઃ શું આ રીતે જીતાશે ચૂંટણીઓ..? બેલેટપેપરચોરોથી સાવધાન…!!

ફાર્મામાં ગરબડઃ શું આ રીતે જીતાશે ચૂંટણીઓ..? બેલેટપેપરચોરોથી સાવધાન...!!

સામાન્ય રીતે અગાઉ એટલે કે ઇવીએમ મશીનથી મતદાનુ પહેલાં ચૂંટણીમાં બેલેટ પેપરની ચોરીના કિસ્તા થતા હતા. બેલેટ બોક્સ ઉઠાવીને લઇ જવાતા હતા. જેને ચૂંટણીમાં ભાંગફોડ કહી શકાય. એવુ જ કાંઇક ફાર્મસી કાઉન્સિલની ચુંટણીમાં બેલેટ પેપર ચોરી કરતી ગેંગનો ત્રાસ વધ્યો હોવાના સમાચાર છે.

વિગતે જોઇએ તો આ ટોળકીના કેટલાક લોકો ઉમેદવારના જ ઘરે બેલેટ પેપર ચોરવા પહોંચ્યા હતા..! વિગતે જોઇએ તો  GPA પેનલના ઉમેદવાર અમી ભટ્ટના ઘરે  બેલેટ પેપરચોર પહોંચ્યા તો ખરા પણ તેમની માતાની સતર્કતાના કારણે બેલેટ પેપર ચોરાતુ અટકયુ હતું.

આ ટોળકીની મોડસ ઓપરેન્ડી કંઇક એવી હોવાનું બહાર આવ્યું કે,. હું ફાર્મસી કાઉન્સિલમાંથી આવુ છું… કહી બેલેટ પેપરની ઉઘરાણી રહ્યા છે. તેઓ ફાર્મા ગૌરવ પેનલના માણસો લોકોને ગેરમાર્ગે દોરી બેલેટ પેપર એકત્ર કરી રહ્યાં છે જેથી તેઓ મતદાન ન કરી શકે.

દરમ્યાન, જેઓ આ ટોળકીનો ભાગ બનતા બચી ગયા તે ઉમેદવાર અમી ભટ્ટ દ્વારા ચુટણી અધિકારીને જાણ કરીને  કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. અને આવા તત્વો વિરુધ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવાની રજુઆત  પણ કરી છે. એટલુ જ નહીં પણ બેલેટ પેપર ઉઘરાવવા પ્રોત્સાહન આપતા લોકો વિરુદ્ધ કાર્યવાહીની પણ માંગ કરી છે.

તેમણે આવી પ્રવૃત્તિને પ્રોત્સાહન આપતા ઉમેદવારોની ઉમેદવારી રદ કરવાની પ્રબળ માંગ પણ કરીને  જો તેમની સામે કડક કાર્યવાહી નહી થાય તો ભુખ હડતાળની ચીમકી આપતાં ફાર્મીની ચૂંટણીમાં ગરમાવો આવી ગયો છે.

Related Articles

Back to top button