राष्ट्रीयઅરવલ્લી

અરેરાટીઃ વીજ તાર અડકી જતાં ટ્રકમાં આગ લાગી..3 જણાં જીવતા ભુંજાઇ ગયા…

પ્રતિનિધિ:જયદીપ ભાટીયા...

અરવલ્લીમાં એક અરેરાટીભરૂી ઘટના બની છે. જેમાં 3 લોકો જીવતા ભુંજાઇ જવાની સાથે 100 કરતાં વધુ પશુ પણ આગમાં ભડથુ થઇ ગયા હતા. વીજળીના જીવંત વાયર સાથે ટ્રક અડી જતાં આગ લાગી હોવાનું જાણવા મળે છે.

વિગતે જોઇએ તો,  બામણવાડ પાસે ટ્રકમાં ભીષણ આગમાં ત્રણ લોકો ભડથું થઇ જતાં અરેરાટી વ્યાપી ગઇ હતી.દોઢસો કરતાં વધારે બકરા ભરેલી ટ્રકમાં ભીષણ આગ લાગી હતી. આ આગમાં તમામ ઘેટા બકરા બળીને ખાખ થઇ ગયા હતા.

આ કમનશીબ ટ્રકમાં બેઠેલા એક બાળક સહિત ત્રણ લોકો પણ માર્યા ગયા હતા. ટ્રકમાં આગ લાગવાની જાણ થતાં જ મોડાસાની ફાયરની બે ટીમો ઘટનાસ્થળે ધસી ગઇ હતી અને આગ ઓલવવાની કામગીરી હાથ ધરી હતી.

Related Articles

Back to top button