sabarkathaराष्ट्रीय
હિંમતનગરમાં યોજાયું મેગા સફાઈ અભિયાન 350થી વધુ લોકો થયા સામેલ
હિંમતનગરમાં યોજાયું મેગા સફાઈ અભિયાન 350થી વધુ લોકો થયા સામેલ

હિંમતનગર:આજે એક ભવ્ય મેગા સફાઈ અભિયાન માટે હિંમતનગર ખાતે વિશાળ સંખ્યામાં મેડિકલ સ્ટાફ સહિત 350થી વધુ લોકો જોડાયા હતા.
આ મેગા સફાઈ અભિયાન માટે હિંમતનગર નગરપાલિકા અને હડિયોલ ગ્રામ પંચાયતનો સહયોગ મળ્યો હતો.

આજ રોજ મેગા સફાઈ અભિયાન અંતર્ગત જી.એમ. ઈ. આર. એસ. મેડિકલ કોલેજ સંલગ્ન જનરલ હોસ્પિટલ હિંમતનગર ખાતે કેમ્પસ પરિસરમાં મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ, સી.ડી.એમ.ઓ , મેટ્રન, સ્ટાફ નર્સ, એડમીન સ્ટાફ, એસ.આઇ. સેવકો સાથે 350 થી વધુ લોકોએ સ્વચ્છતા અભિયાનમાં ભાગ લીધો હતો .જેમાં 100 થી વધુ મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ પણ હતા. આ સ્વચ્છતા અભિયાનમાં જરૂરી સાધનો માટે હિંમતનગર નગરપાલિકા અને કચરો લઈ જવા હડિયોલ ગ્રામ પંચાયતનો સહયોગ મળ્યો હતો.




