गुजरातराष्ट्रीय

@ભારત2047: વિકસિત ભારત સંકલ્પ યાત્રાના બીજાતબક્કાનું ગાંધીનગરમાં આયોજન……

@ભારત2047: વિકસિત ભારત સંકલ્પ યાત્રાના બીજાતબક્કાનું ગાંધીનગરમાં આયોજન......

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શન હેઠળ કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની વિવિધ લોકહિતકારી યોજનાઓનો લાભ દરેક લોકોને પહોંચાડવા માટે ચાલી રહેલ ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ ના બીજા તબક્કા અંતર્ગત ગાંધીનગરના વોર્ડ -૩ માં રંગમંચ, સેકટર-૨૪ ખાતે GMC ના મેયર હિતેશભાઈ મકવાણા એ હાજરી આપી હતી.

આ અવસરે મેયર એ જણાવ્યું હતું કે જનહિતલક્ષી યોજનાઓના લાભથી એકપણ વ્યક્તિ વંચિત ના રહે તે માટે જાગૃતિ કેળવવા આ સંકલ્પ યાત્રા એક મહત્વપૂર્ણ સોપાન છે. આ કાર્યક્રમમાં કાઉન્સિલરો , શહેર મહામંત્રી, હોદેદારો  તેમજ મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Back to top button