sabarkathaराष्ट्रीय
અડપોદરા કડવા પાટીદાર દાતાઓ દ્વારા 900થી વધુને તિથિ ભોજન
પ્રાથમિક શાળા તથા હાઈસ્કૂલને તિથિ ભોજન આપ્યું .શાળા પરિવાર તરફથી દાતાઓનો આભાર માન્યો
હિંમતનગર: શ્રાદ્ધ પક્ષમાં અડપોદરા કડવા પાટીદાર સમાજના દાતાઓએ પ્રાથમિક શાળા તથા હાઈસ્કૂલને તિથિ ભોજન આપ્યું હતું.
હિંમતનગર તાલુકાના અડપોદરા ગામે તારીખ: 6-10-2023 ને શુક્રવારના રોજ ગામના કડવા પાટીદાર સમાજ દ્વારા અડપોદરા પ્રાથમિક શાળા તથા શ્રી એન. ડી. શાહ હાઇસ્કૂલ ના વિદ્યાર્થીઓ, શિક્ષકો તથા મહેમાનોને તિથિ ભોજન કરાવવામાં આવ્યું. આ ભોજન નો લાભ 900 થી વધુ વિદ્યાર્થીઓ, શિક્ષકો તથા મહેમાનોએ લીધો હતો. આ પ્રસંગે વિદ્યાર્થીઓને પેન ભેટ આપવામાં આવી હતી. અડપોદરા એજ્યુકેશન સોસાયટી તથા શ્રી એન. ડી. શાહ હાઇસ્કૂલ શાળા પરિવાર વતી અડપોદરા કડવા પાટીદાર સમાજના ભોજન દાતા તથા આયોજકોનો હૃદય પૂર્વક આભાર માન્યો હતો.




