હિંમતનગર સીવીલને અભિનંદનઃ જ્યારે એક ક્રિટીકલ કેસમાં બાળકી અને માતાનો જીવ બચ્યો,..
હિંમતનગર સીવીલને અભિનંદનઃ જ્યારે એક ક્રિટીકલ કેસમાં બાળકી અને માતાનો જીવ બચ્યો,..
સાબરકાંઠાના અંતરિયાળ વિસ્તારમાં રહેતા લોકોને પ્રેગ્નન્સી બાદ ડિલિવરી સમયના ગર્ભાશયની લગતી સમસ્યાઓ વધવાના કિસ્સાઓ દિન પ્રતિદિન વધી રહ્યા છે. આજુબાજુ વિસ્તારમાં અંતરિયાળ રાજસ્થાન કે સરહદી વિસ્તારમાં રહેતા ગ્રામિણ વિસ્તારની મહિલાઓને ડિલિવરી સમયે મોટી સમસ્યાઓ ભોગવવી પડી રહી છે જે ડીલેવરીના સમયમાં શરીરમાં બ્લડનો ઓછું પ્રમાણ તેમજ અંશકિત ના કારણે ડીલેવરી સમયે બ્લડ વહી જવાના કારણે ગર્ભાશયનો ભાગ નીચે આવવાના કારણે મહિલા અને બાળકને જીવ જોખમ માં મૂકતો હોય છે, તેવા ઘણા કિસ્સા સામે આવતા હોય છે.
હિંમતનગરના રાયગઢમાં એક પરિવારને મહિલાને સગર્ભા દરમ્યાન અચાનક દુખાવો ઉપડ્યો હતો જેમને હિંમતનગર હોસ્પિટલમાં 108 દ્વારા હિંમતનગરમાં ગાયનેક વિભાગમાં મહિલા અને બાળકને ગર્ભાશયનો ભાગ બહાર આવી જતા જીવ જોખમમાં હોવાથી તેને તત્કાલળ ઓપરેશન કરી તાત્કાલિક મહિલાને સિઝેરિયન ઓપરેશન કરી એક બાળકીને જન્મ આપ્યો હતો.
એટલુ જ નહીં પણ માતાને 6 દિવસ સુધી આઇસીયુમાં રાખી મહિલા અને બાળકી નો જીવ બચાવ્યો હતો. મૂળ મહિલા અમદાવાદની રહેવાસી હતી અને ૩ થી ૪ ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ ચૂકી હતી ખૂબ ગંભીર અને ક્રિટિકલ હાલતમાં મહિલાને હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર અપાઇ હતી.
સિવિલ હોસ્પિટલના ડોક્ટર દ્વારા કહેવામાં આવ્યું છે કે આવા જ કોઈ દર્દીઓ જણાય તો તત્કાલ હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ મળી રહે તે અર્થે સમય ન બગાડવો અને આવા કિસ્સાઓમાં જો ગર્ભાશયનો ભાગ બહાર આવે તો જીવ જોખમાય તેવી શક્યતાઓ સેવાઇ રહી હતી આ બાબતમાં લઈને હિમતનગર સિવિલ નર્સિંગ વિભાગના મહિલા તેમજ ડોક્ટરે યોગ્ય સારવાર આપીને અહિલા અને બાળકનો જીવ બચાવતા પરિવારમાં ખુશી જોવા મળી હતી તેમજ ડોક્ટરોનો આભાર વ્યક્ત કર્યો હતો. એ સમગ્ર ટીમ અભિનંદનને પાત્ર છે.




