sabarkathaराष्ट्रीय

હિંમતનગરઃ શું પોલીસ હવે ગુનેગારો સાથે ફરીને લોકોની ગાડીઓ ચેક કરી રહી છે..?

હિંમતનગરઃ શું પોલીસ હવે ગુનેગારો સાથે ફરીને લોકોની ગાડીઓ ચેક કરી રહી છે..?

હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનેગારોની પોલીસ સાથેના મેળાપીપણામાં દારૂના અડ્ડા ફુલ્યાફાલ્યા છે અને, શહેરના કેનાલ રોડ પર છૂટથી વેચાઈ રહેલા દારૂનો વિડીયો વાયરલ થતાં ચકચાર મચી છે. હિંમતનગર શહેરમાં પોલીસ હવે ગુનેગારો સાથે ફરીને લોકોની ગાડીઓ ચેક કરી રહી છે ત્યારે પોલીસની આ હરકતને લઈને ગુનેગારોનો પોલીસ પ્રત્યેનો ખૌફ ઓછો થઈ ગયો છે…

આલોકમુખે ચર્ચાઇ રહ્યું છે કે,  આ ઓછા ખૌફને કારણે શહેરમાં ખુલેઆમ દારૂની હાટડીઓ ધમધમી રહી છે… હિંમતનગર શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારના કેનાલ રોડ ઉપર દેશી દારૂનો ધંધો વ્યાપક પ્રમાણમાં ફુલ્યો ફાલ્યો છે.. અને એનો એક વિડીયો આજે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે…. ખુલ્લેઆમ દેશી દારૂ વેચાઈ રહ્યો છે… આમ છતાં પોલીસ એ તરફ જોવાનું સુધ્ધા ટાળી રહી છે.. કારણ કે પોલીસ ગુનેગારોને સાથે રાખીને આવા તત્વોને છૂટો દોર આપી રહી છે.. માત્ર આટલું જ નહીં આઠ દેશી દારૂના ધંધા કેમ ધમધમી રહ્યા છે એ બાબતે ખુદ દારૂ વેચનારો જ ખુલાસા કરી રહ્યો છે…!

કારણ કે તેના કહેવા પ્રમાણે, તે રોજે રોજ પોલીસને હપ્તો આપી રહ્યો છે… હિંમતનગર એ ડિવિઝન પોલીસ પોલીસના કોન્સ્ટેબલો એલસીબી પોલીસ તમામને આ બુટલેગરો હપ્તા આપે છે અને તેના કારણે તેમનું વાળ પણ કોઈ વાંકું કરતું નથી ત્યારે સાબરકાંઠા જિલ્લા પોલીસ વડાએ ગુજરાતમાં દારૂબંધી છે એ  પોલીસને ભાન કરાવવાની જરૂર ઊભી થઈ છે.

Related Articles

Back to top button