गुजरात

ઓઢવમાં સ્પાની આડમાં દેહ વ્યાપાર….પોલીસે પાડ્યો દરોડો..પાંચ પકડાયા…

ઓઢવમાં સ્પાની આડમાં દેહ વ્યાપાર....પોલીસે પાડ્યો દરોડો..પાંચ પકડાયા...

ફરી એક વખત દેહવ્યાપારના ધંધાનો પર્દાફાશ થયો છે. શહેરમાં ફરી સ્પાની આડમાં ચાલતાં દેહવ્યાપાર પર પોલીસે દરોડા પાડ્યા છે. ઓઢવ વિસ્તારમાં આવેલા એક કોમ્પલેક્સમાં પોલીસ દ્વારા રેડ પાડવામાં આવી હતી. આ રેડ દરમિયાન પોલીસે સ્પાની આડમાં દેહવ્યાપાર ચલાવતા સ્પા સંચાલક સહિત પાંચ લોકોની ધરપકડ઼ કરી છે.

અવારનવાર સ્પાની આડમાં ગોરખધંધા ચાલતાં હોવાનું સામે આવતું હોય છે. ત્યારે અમદાવાદમાં પણ પોલીસની રેડ દરમિયાન આવી જ કંઇક સામે આવ્યું છે. અમદાવાદમાં સ્પાની આડમાં ચાલતા દેહવ્યાપાર પર પોલીસે દરોડા પાડ્યા હતા. એસપી રિંગરોડ પર આવેલા ધર્મકુંજ આર્કેટ કોમ્પલેક્સના ચોથા માળે દુકાન નંબર- 401-402 માં આવેલા બોધિ ઇન્ટરનેશનલ સ્પા સેન્ટરમાં બુધવાર સવારે પોલીસે રેડ પાડી હતી. ઓઢવ પોલીસે જણાવ્યુ કે, બાતમી આધારે ટીમ બનાવી રેઇડ મારવા એક ખાનગી વ્યક્તિને ગ્રાહક તરીકે તૈયાર કરી બાતમી વાળી જગ્યાએ મોકલી ખાત્રી કરતા ખરેખર દેહ વ્યાપાર ચાલતો હોવાનું બહાર આવ્યું હતું.

પોલીસ રેઇડમાં બોધિ ઇન્ટરનેશનલ સ્પા માં દેહ વ્યાપારનો ધંધો ચલાવતા સ્પા માલિક રાહુલ લક્ષ્મણદાસ દેવજીભાઈ વાળંદ રહે મ,નં,સી-202, સત્યમેવ રોયલ, આઈ,ઓ,સી, રોડ ચાંદખેડા, તથા નિકલુ મોહનભાઈ જીવાભાઈ દેસાઈ નર્મદા એપાર્ટમેન્ટ, રિલાયન્સ પેટ્રોલ પંપ પાછળ, વસ્ત્રાલ સહિત કુલ પાંચ યુવકોની ધરપકડ઼ કરી છે. “બોધિ ઇન્ટરનેશનલ સ્પા માં” સ્પામાં કામ કરતી મહિલાઓને પોલીસ મુક્ત કરાવ્યો હતો. પોલીસે જણાવ્યુ કે જરુરી પુરાવાઓ એકત્ર કરવા સાથે સ્પામાંથી મળેલા મોબાઇલ સહિતનો મુદ્દામાલ જબ્ત કરી સ્પા સંચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે.

Related Articles

Back to top button