
ગાયત્રી પરિવાર જન સમાજને યોગ્ય રાહ ચિંધવા અનેક રચનાત્મક, સુધારાત્મક તેમજ સાધનાત્મક આંદોલનો ચલાવે છે. વિદ્યાર્થીઓને પશ્ચિમી જીવનશૈલીની અસરથી બચાવવા ભારતીય સંસ્કૃતિના જ્ઞાનના વિસ્તાર માટે સતત પ્રયાસ કરવામાં આવે છે.

ગાયત્રી પરિવારના મુખ્યાલય શાન્તિકુંજ, હરિદ્વાર દ્વારા વર્ષ ૨૦૦૧થી ભારતભરમાં ૨૨ રાજ્યોમાં કુલ ૧૧ અલગ અલગ ભાષાઓમાં ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરિક્ષાનું આયોજન કરાઈ રહ્યું છે. ભારતીય સંસ્કૃતિના જ્ઞાન અંતર્ગત ધોરણ પાંચ થી કૉલેજ સુધી અલગ અલગ પુસ્તકોનો અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવે છે. જેથી વિદ્યાર્થી જીવનમાં બાળકો આપણી સંસ્કૃતિના જ્ઞાનથી વંચિત ના રહે.
આ અભ્યાસક્રમ સંદર્ભે દર વર્ષે ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરિક્ષાનું આયોજન થાય છે. ૨૦૨૨માં ગુજરાતના ૫,૮૫,૦૦૦ અને તેમાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની પ્રાથમિક- માધ્યમિક શાળાઓના ૪૨૦૦૦ (બેત્તાલીસ હજાર) વિદ્યાર્થીઓ આ પરિક્ષામાં જોડાયા હતાં.
આ વર્ષ હમણાં ૨૩ સપ્ટેમ્બર, શનિવારે ગુજરાતમાં ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરિક્ષા યોજાઈ. જેમાં મેઘરજ ગાયત્રી પ્રજ્ઞાપીઠના નેતૃત્વમાં મેઘરજ તાલુકામાં અલગ અલગ શાળાઓ , હાઈસ્કૂલો થઈ કુલ ૩૬ સેન્ટરો પર આ પરિક્ષા લેવામાં આવી. જેમાં કુલ ૩૯૦૫ વિદ્યાર્થીઓ પરિક્ષામાં સહભાગી બન્યા હતા..
આ પરિક્ષા આયોજન માટે દરેક સ્કૂલોના આચાર્યશ્રીઓ તથા શિક્ષકશ્રીઓ નિ:શુલ્ક તેમજ સાચી ભાવના સહ સેવા સહકાર આપી રહ્યાં છે. જે બદલ સહયોગ આપનાર સૌનો ગાયત્રી પરિવાર, મેઘરજ હ્રદય પૂર્વક આભાર માને છે. પરમ પૂજ્ય ગુરુદેવ- માઁ ગાયત્રીના આશીર્વાદ કૃપા બની રહે એવી પ્રાર્થના સહ શુભકામનાઓ….




